આજના યુગમાં સાયબર ક્રાઈમનાં ગુનાઓનો સતત વધારો થતો જાય છે. આ ગુનાઓ થતાં અટકાવવા તેમજ સાયબર ક્રાઈમનાં ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટે પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. અને સાયબર સેલ કાર્યરત છે. ત્યારે લોકોને સાયબર ક્રાઈમ બાબતે વિશેષ જાણકારી આપવા માટે આજે એક કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.
હાલ જે રીતે સાયબર ક્રાઈમના કારણે અનેક લોકો સાથે ઠગાઈના કિસ્સામાં ખાસ્સો વધારો જાેવા મળ્યો છે. જેથી લોકોમાં અવેરનેસ આવે અને આવા સાયબર ક્રાઈમ કરતા શખ્સોના સકંજામાં ન ફસાઈ તે માટે આવતીકાલે જૂનાગઢમાં પોલીસે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આજે જૂનાગઢ જીલ્લાની જનતા માટે ખાસ રોટરી કલબના સહયોગથી જૂનાગઢ એસપી અને આપણું જૂનાગઢ ફેસબુક ઉપર લાઈવ સાંજે પ થી ૬ કલાક દરમ્યાન સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરેલું છે. જેમાં હાલની પરિસ્થિતિમાં લોકો આવા ઠગાઈ કરતા શખ્સોથી કેવી રીતે બચી શકે તે માટે અલગ – અલગ અવેરનેસની જાણકારી આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews