ખલીલપુર રોડ બાયપાસ ઉપર ડમ્પરે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકનું મૃત્યું

જેતપુર તાલુકાનાં મંડલીકપુર ગામનાં મોહીતભાઈ અશોકભાઈ સેજલીયા (ઉ.વ.ર૧)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, રવિ ઉર્ફે જવીન સુરેશભાઈ દુધાત્રા તથા ફરીયાદી મોટર સાયકલ હોન્ડા સીટી નં.જીજે-૦૩-એચઝેડ- ૦૪૮૯નું લઈને મંડલીકપુરથી ખલીલપુર થઈ વીરપુર દુધાત્રા પરિવારના માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય ખલીલપુર બાયપાસથી ખલીલપુર તરફ જતા ગામથી આશરે પ૦૦ મીટર દુર એક ડમ્પર નં.જીજે-૧ર-એયુ-૬પ૩૩ ના ચાલકે પોતાના હવાલાનું ડમ્પર વાહન બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત કરી ચાલકનું મોત નિપજાવી નાસી જઈ ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એ.પી. મેવાડા તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!