અખિલ હિન્દ મહિલા પરિષદ, જૂનાગઢ દ્વારા ઓનલાઈન નવરાત્રી ઉજવાઈ

0

વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ આ વખતે અખિલ હિન્દ મહિલા પરિષદ, જૂનાગઢના ઉપક્રમે વોટસએપ દ્વારા ઓનલાઈન નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. બે-બેની જોડીમાં બહેનોએ એનાં ઘરમાં જ ફરતાં ગરબા કરવાના હતાં જેમાં કુલ દસ ગૃપમાં વીસ બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો. ત્રીજે નોરતે યોજાયેલ ફરતાં ગરબા સ્પર્ધામાં યુવાન દીકરીઓએ તેમજ વયસ્ક બહેનોએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ ક્રમે પ્રચેતાબહેન વોરા અને અખિલબહેન વોરા, દ્વિતીય ક્રમે અમીબહેન વોરા અને ભૂમિકા, તૃતીય ક્રમે કિરણ સોલંકી, દત્તાબહેન તથા ચતુર્થ ક્રમે ઉષાબહેન,મલિકા વિજેતા થયા હતાં. તમામ વિજેતાઓ, સ્પર્ધકને સંસ્થાના ચેરપર્સન જાહ્નવીબહેન ઉપાધ્યાય તરફથી ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અંજલિ સાવલિયા,અવની માંકડ, દિશા વૈષ્ણવ તથા પૂજા ઝાલાએ સેવા આપી હતી. સંસ્થાના વોટસએપ ગૃપનાં તમામ બહેનોએ હર્ષભેર ફરતાં ગરબાને માણ્યા હતા અને સૌને નવાજ્યાં હતા. સંસ્થાના પ્રમુખ સાધનાબેન ર્નિમળ, ઉપપ્રમુખ પુર્વિબેન સાદરાણીના માર્ગદર્શન નીચે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ હતો. સ્પર્ધાને સફળ બનાવવા કારોબારી સભ્યો ભાવના વૈશ્નવ, ધર્મીષ્ઠા વસાવડા, ચેતના પંડ્યા, જયમનબેન જીકાર, આરતીબેન વૈષ્ણવ, રશ્મીબેન વિઠલાણી, ચંદનબેન રાવળ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!