મેઘરાજા હવે તો કોપાયમાન થયા હોય તેવું લાગે છે. આદિત્યાણા પંથકમાં ગઈકાલે બપોરે ૧ઃ૩૦ થી શરૂ થયેલ વરસાદ ૪ વાાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ પડી ગયેલ હતો. પરમદિવસે પણ દોઢ ઈંચ વરસાદ પડેલ હતો. આમ બે દિવસમાં ૪ ઈંચ વરસાદ થતા ખેડૂતોને માથે ઓઢી રડવાનો વખત આવેલ છે. અત્યારે ખેતરોમાં માંડવીનાં પાથરા પડેલ છે અને પાથરા પણ તણાયેલ હતા. માંડવી, નીરણ વિગેરે પાકો વરસાદથી પલળી જતા ખેડૂતો અને પશુઓને મોઢામાં આવેલ કોળીયો પણ મેઘરાજે છીનવી લીધેલ છે. આદિત્યાણા પંથકમાં ભારે વરસાદથી જમીનમાં રેસા ફૂટી નીકળ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews