ભારતમાં સસ્તી પેપર બેઝ્‌ડ ફેલૂદા ટેસ્ટને મંજૂરી મળી, એક કલાકમાં કોરોનાનું પરિણામ

0

ભારતમાંં ઝડપી અને સસ્તી પેપર- બેઝ્‌ડ કોરોના વાયરસ ટેસ્ટ દરેક જગ્યાએ ઉપલ્બ્ધ થશે. જેનાથી વિશ્વમાં ફેલાયેેલી આ મહામારીને વધુ આગળ ફેલાતાં રોકી શકાશે એવુ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. અમેરિકાથી બીજા નંબરે રહેલા ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૬ લાખથી વધુ થઈ ગઈ છે. કોરોના વાયરસની મહામારી ગીચ વસ્તી ધરાવતાં મેગાસિટી જેમાં મુંબઈ અને ઓછી મેડિકલ સેવા ધરાવતા ગ્રામિણ ક્ષેત્રમાં સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં બનેલો ફેલૂદા ટેસ્ટ જેનું નામ નોવેલના નામ ઉપરથી જે પ્રેગેન્સી ટેસ્ટ જેવું લાગે છે એવા પેપર બેઝ્‌ડ ટેસ્ટનું પરિણામ એક કલાકમાં મળી જશે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે, આ ટેસ્ટને એ રીતે જ બનાવવામાં આવ્યો છે કે, તે ગરીબ અને દૂરના વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકે અને તેનાથી સંક્રમણ રોકવામાં મદદ મળી શકે, આ ટેસ્ટ માટે કોઈ જટિલ સાધન કે, ખૂબ જ વધારે ટ્રેઈન મેનપાવરની જરૂર નથી, નવી દિલ્હી ખાતે આવેલ અને ટેસ્ટના સહ સર્જક સૌવિક મૈત્રીએ જણાવ્યું. ભારતમાં ઘણી જગ્યાએ દૂરસ્થ ભાગ આવેલા છે જ્યાં સુઘડ લેબોરેટરીઓ આવેલ નથી ત્યાં ફેલૂદા ટેસ્ટ સરળ પડશે. એક રિપોર્ટ અનુસાર સીએસઆઈઆરના મહાનિર્દેશક શેખર પાંડેએ કહ્યું કે, આ મહિનામાં ક્યારેય પણ ટેસ્ટ ઉપલ્બ્ધ થઈ શકે છે. બધી ઔપચારિકતા પુરૂ થઈ ગઈ છે. ફેલુદા ટેસ્ટ જે અન્ય સસ્તા પેપર ટેસ્ટ બેઝ્‌ડ જેમ જ બીજા દેશોએ પણ વિકસાવ્યા છે જેમાં આ એન્ટીજેન ટેસ્ટ કિટ જે પીસીઆર ટેસ્ટની જેમ ચોક્કસાઈમાં પરિણામ આપવાનો દાવો કરે છે. હાલ ભારતમાં કોરોના ટેસ્ટ માટે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ દ્વારા કોરોના ટેસ્ટનું ચોક્કસ પરિણામ આપવામાં આવે છે. આ ટેસ્ટ માટે ખૂબ જ હાઈલી સાધનો અને નિષ્ણાતોના મેનપાવરની જરૂર પડે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!