Sunday, January 24

ગીરનાર રોપ-વે તથા યુ.એન. મહેતા હાર્ટ ઈન્સ્ટિ.નું મોદી કરશે લોકાર્પણ

અમદાવાદ સિવિલમાં આવેલ યુ.એન. મહેતા હોસ્પિટલને વધુ સુવિધામય બનાવાઈ છે ત્યારે આ નવીન હોસ્પિટલનું લોકાર્પણ તથા ગીરનાર રોપ-વેનું લોકાર્પણ સહિત અન્ય પ્રકલ્પોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરાવવાના છે. તા.ર૪મી ઓક્ટોબરે વડાપ્રધાનના વચ્ર્યુઅલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અનુક્રમે જૂનાગઢ તથા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેનાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન- સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકોકે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે. તેમણે ઉમેર્યુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગીરનારની ટોચ પર દર્શન માટે ૧૦ હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું. એમાંથી યાત્રિકો-વૃદ્ધો , બાળકોને મુક્તિ મળશે અને રોપવેના દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જાેવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ-વેનું નવું નજરાણું આહલાદક બની રહેશે. જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે. ઉમેર્યુ કે,રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બેથી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પૂરી પાડતી ‘કિસાન સૂર્યોદય યોજના’નો પણ આ જ દિવસે વડાપ્રધાન દ્વારા આરંભ કરાવાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!