શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ જૂનાગઢનાં નવા હોદ્દેદારોની નિમણુંક કરાઈ

જૂનાગઢ ખાતે શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળની ગત
તા. ૧૮-૧૦-ર૦ર૦નાં રોજ મિટીંગ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ગોઠવવામાં આવી હતી. આ મિટીંગમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી પ્રમુખ તરીકે પ્રેમકુમાર ટી. લાલચંદાણીની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાતં ઉપપ્રમુખ તરીકે યોગેશ ઢાલાણી, નિતિન સુખવાણી, લખન કોટક તેમજ જનરલ સેક્રેટરી તરીકે મુકેશ રામચંદાણીની નિમણુંક કરાઈ હતી. આ ઉપરાંત ખજાનચી તરીકે ગોવિંદા ઓતવાણી, સેક્રેટરી તરીકે મોહન વાસવાણી, મનોજ નાથાણી, ઉમેશ રાહપૂજા, જાેઈન્ટ સેક્રેટરી તરીકે હિરેન માંગનાણી, ભાવેશ ખેમાણી, હિરેન કારીયા અને સન્ની ગેહનાણીની નિયુકતી કરાઈ હતી. નવનિયુકત પ્રમુખ દ્વારા મિટીંગમાં હાજર તમામ યુવકોને સમાજમાં ચાલતા સેવાકીય કાર્યોની વિગતવાર માહિતી અપાઈ હતી તેમજ તમામને સાથે મળી સમાજ કલ્યાણનાં કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. આ તકે અખીલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ (કાળુભાઈ) સુખવાણી, શહેર પ્રમુખ ભવનભાઈ નિહાલાણી તેમજ સમાજનાં અગ્રણી રમેશભાઈ શેવકાણીએ ઉપસ્થિત રહી તમામ નવનિયુકત યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!