મુસ્લિમ ઘાંચી સમાજનું ગૌરવ : અતિ સામાન્ય સ્થિતિનાં વિધાર્થીએ નીટમાં જવલંત સિધ્ધી મેળવી

0

તાજેતરમાં દેશભરમાં અત્યંત મહત્વપુર્ણ ગણાતી નીટનું પરિણામ જાહેર રવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થી સુફિયાન હનીફભાઈ મુળીયાએ ૭ર૦ માંથી પ૬૧ માર્કસ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને પરિવારનું ગૌરવ વધારેલ છે. સુફિયાનનાં જણાવ્યા મુજબ ચોકકસ ટાઈમ ટેબલ સાથેનું વાંચન અને હાર્ડવર્ક સાથે સ્માટવર્ક દ્વારા તેણે પરીક્ષાની તૈયારી કરી હતી. જેના માટે તેના પરિવાર માતા-પિતા અને શિક્ષકગણનો સહકાર પ્રાપ્ત થયેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુફિયાન ખુબજ અતિ સામાન્ય વર્ગમાંથી આવે છે. અને તેના પિતા ફુટપાથ ઉપર લારી રાખી જુના નવા કપડા વેંચી ઘરનું ગુજરાન ચલાવી સખત પરીશ્રમ દ્વારા સુફીયાનને ભણાવે છે. સુફીયાન મુળીયાને મળેલી જવલંત સફળતા સબબ વિવિધ સમાજનાં આગેવાનો તેમજ શબીરભાઈ અમરેલીયા વગેરેએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!