નવરાત્રીમાં ખેલૈયાઓ કમર ઉપર દોરી બાંધી સામાજીક અંતર જાળવી ગરબે ઘુમ્યા

0

રાજયમાં કોરોના વાયરસના કહેરને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો ઉપર રોક લગાવી છે નવરાત્રીમાં લોકો ઘરમાં જ ગરબા રમી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેલૈયાઓએ ગરબા રમટ્ઠવા માટેનો જુગાડ શોધી નાખ્યો છે. વીડિયોમાં ખેલૈયાઓ એકબીજાની કમર ઉપર સમાન અંતરે દોરી બાંધી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી ગરબે ઘૂમી રહ્યાં છે. રાજયમાં કોરોના મહામારીના કારણે આ વખતની નવરાત્રી ફીક્કી પડી છે. સરકારે જાહેરમાં ગરબા રમવા ઉપર રોક લગાડી છે. ત્યારે સોશ્યલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેલૈયાઓ એકબીજાની કમર ઉપર સમાન અંતરે દોરી બાંધી સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરતા દેખાઈ રહ્યા છે અને સાથો સાથ ગરબાની પણ રમઝટ જોવા મળી રહી છે, પણ ગરબા રમવાની હોંશમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયાં છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સરકારે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચના પણ આપી છે. જો કે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે આગામી સમયમાં આવનારા તમામ તહેવારો ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે અને જો ગાઈડલાઈનનું ભંગ કરતા નજરે ચઢશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. આ વખતની નવરાત્રીને કોરોનાનો કાળ ભરખી ગયો છે. ખેલૈયાઓ જે આખા વર્ષથી જે નવરાત્રીની વાટ જોતા હોય છે તે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ચણિયા ચોળીના વેપારીઓ જે આખા વર્ષે આ તહેવારની રાહ જોતા હોય છે અને તમામ પ્રકારની વેરાયટી પણ તૈયાર કરતા હોય છે. જે તમામ વેપારીઓમાં હાલ નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી તે જગ્યાએ આ વખતે કાગડા ઉડી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, આ વખતની નવરાત્રીમાં દિવસભરમાં માંડ એક-બે ગ્રાહકો આવે છે અને તે ગ્રાહકને ખરીદીના ભાવમાં આપી દેવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!