ગુજરાતમાં પેટાચુંટણીનાં પ્રચારમાં બેજવાબદાર નેતાઓ ભીડ ભેગી કરી કોરોનાને આવકારે છે

0

 

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. ત્યારે ગઈકાલે જ વડાપ્રધાને દેશને સંદેશો આપ્યો હતો કે ‘‘લોકડાઉન ગયું છે કોરોના ક્યાંય ગયો નથી.’’ તહેવારોમાં સહેજ પણ લાપરવાહી દાખવવી જાેખમી છે. વડાપ્રધાનના સંદેશને ખરા અર્થમાં લોકોએ આત્મસાત કરવું જાેઈએ પરંતુ ગુજરાતમાં પેટાચૂંટણી ટાણે નેતાઓ બિન્દાસ્ત ચૂંટણી પ્રચાર માટે ભીડ ભેગી કરી રહ્યા છે. તો ક્યાંક નેતાઓ માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાવાની શકયતા વધી જાય છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ ૧૧૩૭ નવા કેસ નોંધાયા છે. તેની સાથે વધુ ૯ દર્દીઓ કોરોનાથી મૃત્યું પામ્યા છે. આ આંકડા ઉપર નેતાઓ નજર કરે તો સારૂં નહીંતર સંક્રમણ વધે તો નવાઈ નહીં. વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ૨૧મી ઓક્ટોબરે કોરોના વાયરસના ૧૧૩૭ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૧૮૦ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૯ દર્દીનાં મોત થયા છે. દરમ્યાન રાજ્યમાં પોઝિટિવ કેસનો ૧૬૨૯૮૫ આંકડોને એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૩૯, અમદાવાદમાં ૧૭૭, વડોદરામાં ૧૧૮, રાજકોટમાં ૧૦૪, જામનગરમાં ૬૫, મહેસાણામાં ૪૮, કચ્છમાં ૨૬, પંચમહાલમાં ૨૨, અમરેલીમાં ૧૯, બનાસકાંઠા ૧૬, સાબરકાંઠામાં ૨૨, મોરબીમાં ૯, સુરેન્દ્રનગરમાં ૨૦ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૬, જૂનાગઢમાં ૨૬, પાટણમાં ૨૬, ગીરસોમનાથમાં ૧૧, નર્મદામાં ૧૯, ભાવનગરમાં ૧૨, દાહોદમાં ૨૩, આણંદ ૧૩, બોટાદ ૪, ૩, ખેડામાં ૧૨, દેવભૂમિ દ્વારકામાં ૫, છોટાઉદેપુર ૫, મહીસાગરમાં ૭, નવસારીમાં ૪, અરવલ્લી ૭, તાપીમાં ૪, વલસાડમાં ૧, ડાંગમાં ૧ મળીને કુલ ૧૧૩૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. કુલ ૧૪૨૧૫ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૭૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૪૧૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં ૧,૪૫,૧૦૭ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યાર સુધીમાં સરકારી ચોપડે ૩૬૬૩ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમ્યાન રાજ્યમાં આજે ૫૨,૯૬૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૯.૦૩ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમ્યાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩, વડોદરામાં ૧ અને બનાસકાંઠામાં ૧, ભરૂચમાં ૧, ગીરસોમનાથમાં ૧ મળીને કુલ ૯ દર્દીના સરકારી ચોપડે મોત થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૬ર,૯૮પએ પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોનાથી મોતનો આંકડો ૩૬૬૩ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!