નવરાત્રીમાં ગરબા યોજવા ઉપર રોકથી ફુલોની માંગ ઘટી

0

જૂનાગઢ સહીત ગુજરાતભરમાં નવરાત્રી વખતે સામાન્ય રીત ફૂલોનું બજાર ઉંચકાતુ હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવની ઉજવણી
બંધ છે જેથી ફૂલોના માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે. તો બીજી તરફ લોકડાઉનની અસરના કારણે કપૂર અને ગુગળ જેવી પૂજા-પાઠની ચીજ વસ્તુઓના બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં માતાજીના શૃંગાર માટે મોટાભાગે ગલગોટાના, પીળા ફૂલ અને ગુલાબના ફૂલનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આ ઉપરાંત તોરણ બનાવવામાં તથા સજાવટમાં પણ આ ફૂલોનો ઉપયોગ નવરાત્રીમાં વધી જતો હોય છે એટલે દર વર્ષે નવરાત્રીમાં ભાવ ઉંચકાય છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાં ગત નવરાત્રી વખતે ગુલાબનો ભાવ પ્રતિ કિલો ૪૦૦ની આસપાસ હતો. આ વખતે ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો છે. તેવી રીતે ગલગોટાનો ભાવ ગત વર્ષે રૂા.૬૦ પ્રતિ કિલો હતો આ વર્ષે રૂા.૩૦ પ્રતિ કિલો છે છતાં ફૂલ વેચાતા નથી. ફૂલોના વેપારીઓ કહે છે કે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે ૭૫ ટકાનો ઘટાડો થયો છે એટલે કે માંડ
૨૫ ટકાનું વેંચાણ થયું છે. એક તરફ ફૂલોના બજારમાં મંદી છે તો પૂજા માટે વપરાતા કપુરના ભાવમાં ભારે વધારો થયો છે. લોકડાઉન પહેલા કપૂર રૂા.૭૦૦ થી ૮૦૦ પ્રતિ કિલો મળતુ હતું તેના બદલે હવે ૧૨૫૦ થી ૧૬૫૦ પ્રતિ કિલોના ભાવે મળે છે. ગુગળમાં પણ એવું થયું છે. લોકડાઉન પહેલા ગુગળનો ભાવ પ્રતિ કિલો રૂા.૫૦૦ હતો હાલમાં તે રૂા.૭૦૦ થી ૯૦૦ પ્રતિ કિલો મળે છે. અગરબત્તીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂા.૨૦૦ થી ૩૦૦નો વધારો થયો છે. વિયેતનામથી આવતા કાચા માલની આયાત બંધ થઇ અને કોરોનાના કારણે કપૂર, ગુગળ સહિત ઔષધિની ડિમાન્ડ ત્રણ ગણી વધી છે. કપૂર, ગુગળ અને અગરબત્તીના ભાવમાં ભારે ભાવ વધારો કેમ થયો તે અંગે વેપારીઓ સાથે વાત કરતા તેમનું કહેવુ છે કે ત્રણ કારણો જવાબદાર છે. સૌ પ્રથમ તો કપૂર અને અગરબત્તીનો કાચો સામાન જે વિયેતનામથી આવતો હતો તેની આયાત લોકડાઉનના કારણે બંધ થઇ છે. હજુ પણ ચાલું થઇ નથી એટલે માલની અછત છે. ઉપરથી કોરોના વાયરસ સામે કપુર, ગુગળ, અશ્વગંધા, કલોંજી અને સુંઠ જેવી ઔષધિ રક્ષણ આપતી હોવાથી તેની માગમાં ત્રણ ગણો વધારો થયો એટલે આ ચીજ વસ્તુઓના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં અગરબત્તીનું માર્કેટ ખૂબ મોટુ છે અને મોટાભાગની અગરબત્તી વિયેતનામથી આયાત થાય છે. ભારતમાં બનતી અગરબત્તી કરતા તે સસ્તી હોય છે. ઉપરાંત કવોલિટીની દ્રષ્ટીએ પણ સારી હોય છે. અગરબત્તીની આયાત પણ બંધ થતા હવે લોકલ માર્કેટ ઉપર આધાર રાખવો પડે છે. જે સ્થાનિક હોવા છતાં વિયેતનામથી આયાત થતી અગરબત્તી કરતા ૩૦ ટકા મોંઘી પડે છે એટલે અગરબત્તીના ભાવમાં પણ વધારો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!