જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ બની જશે. હવે વરસાદની કોઈ શકયતા રહેતી નથી ત્યારે ખેડુત મિત્રોને ખેતી કાર્ય પુૃર્ણ કરી લેવા સલાહ આપી હતી.
આ વર્ષે સતતને સતત ચોમાસાના ભારે વરસાદનાં કારણે અનેકવાર નદીઓમાં ઘોડાપુર તેમજ ભારે વરસાદ તુટી પડવા અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતી પાકોને ખુબ જ મોટું નુકશાન પહોંચ્યું છે. તાજેતરમાં ગત રવિવારે અને ત્યારબાદ મંગળવારે પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડયો હતો. એક તરફ ખેતરોમાં પાક પડેલ હોય તેવા સંજાેગોમાં વરસાદ પડવાના કારણે ખેડુતોને નુકશાનીનો માર વેઠવો પડી રહયો છે.
દરમ્યાન હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ ખેડુતોને ખુશખબર આપેલ છે અને આવતીકાલથી વાતાવરણ સારૂ બની જશે અને વરસાદની કોઈ શકયતા નથી તેવું જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews