જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં આર્થિક પછાત એવા ખેડુતે પાક નિષ્ફળ જવાને કારણે આપઘાત વ્હોરી લેતા તાત્કાલીક સહાય ચુકવવાની માંગણી કરતોએક પત્ર વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.
આ પત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના આર્થિક રીતે રીતે પછાત એવા સીમાંત ખેડુત હરસુખભાઈ બાલાભાઈ ગોંડલીયા (ઉ.વ.પ૦) એ પોતાની ૮ વિઘા ખેતીની જમીનમાં વાવેતર કરેલ પરંતુ કુદરતી અતિવૃષ્ટિના કારણે તેમની આજીવીકા સમાન એક માત્ર ખેતીની જમીનનો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. ૮ વિઘા જમીનમાં ૮ ગુણી પણ મગફળી થયેલ નથી અને ચારો પણ બગડી ગયેલ છે. જેના આઘાતમાં ખેડુતને લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ તા.ર૦-૧૦-ર૦ર૦ના રોજ આપઘાત કરેલ છે. આર્થીક રીતે પાયમાલ થયેલા જગતતાત અન્નદાતાને પોતાની આજીવીકા માત્ર ૮ વિઘા ખેતીની જમીનમાં મગફળીનો પાક અતિવૃષ્ટિના કારણે સદંતર નિષ્ફળ જતા તે આર્થિક રીતે પાયમાલ થયેલ છે અને તેનો પરીવાર નોંધારો બની ગયો છે. ખેડુતના ઉપર સહકારી મંડળીનું દેવુ હોય અને તે દેવું કેમ ભરીશું તથા આખુ વર્ષ પરિવારનો નિભાવ કેમ કરીશુ જેના આઘાતમાં ખેડુતે આપઘાત કરેલ છે. જેથી આ આપઘાત કરનાર ખેડુતના મરણોતર આખરી નિવેદનની માનવતાના ધોરણે સત્યતા માનીને રાજય સરકાર દ્વારા ગુજરનાર ખેડુતના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી રૂપિયા પાંચ લાખની તાત્કાલીક રોકડ સહાય દિવસ ૩ માં ચુકવવા અને ખેડુત જુથ જનતા વીમો મંજુર કરવામાં આવે તેવી ગુજરનારના પરિવાર વતી રજુઆત કરવામાં આવી છે. આ બાબતે તત્કાલ યોગ્ય કરવા પત્રનાં અંતે જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews