વિસાવદરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં વિસાવદર રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીવાજી શેઠના ડેલામાં રહેતા દિનેશ મકવાણાનું જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા-પુત્રનાં મૃત્યું નિપજયા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ વિસાવદરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીવાજી શેઠના ડેલામાં રહેતા દિનેશ મકવાણાનું મકાન પડવાનો અવાજ આવતાં આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. મકાન પડતાં કાટમાળ નીચે દિનેશભાઈ મકવાણાનો પરિવાર દબાઈ ગયો હતો જેને બહાર કાઢવા લોકોએ જહેમત ઉઠાવતાં પ્રથમ તેના પુત્ર દિવ્ય મકવાણા (ઉ.વ. ૧૧)નો મૃતદેહ નીકળ્યો હતો જયારે દિનેશભાઈ મકવાણા અને તેમનો મોટો પુત્ર ડીકસ(ઉ.વ. ૧૩)ને કાટમાળ નીચેથી બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર માટે ૧૦૮ મારફત સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. તેમની પત્ની રીટાબેન (ઉ.વ. ૪૦) જાેવા નહીં મળતાં બાદ કાટમાળ નીચેથી રીટાબેનનો મૃતદેહ બહાર કઢાયો હતો. જર્જરિત મકાન પડવાના પગલે ઉચ્ચ સત્તાધીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તત્કાલ બચાવની કાર્યવાહી હાથ ધરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews