જૂનાગઢમાં પૈસા બાબતે પુત્રએ વૃધ્ધ પિતાને માર માર્યો

જૂનાગઢના જવાહર રોડ ઉપર રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ -ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જવાહર રોડ આનંદપુરાના ડેલામાં રહેતા ઉકાભાઇ ચનાભાઈ ગોરડે તેના પુત્ર મુકેશ ગોરડએ પૈસા માંગતા આપવાનીના પાડતા પુત્રએ પિતાને ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!