પૃથ્વી ઉપર પશુ-પંખી, માનવ સહિત જીવનમાત્રને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અધિકારી કુદરત-પ્રકૃત્તિક નિયમ અનુસાર આપ્યો છે. ભારતમાં સદીઓથી અમુક ધાર્મિક સ્થાનો, માતાજી કે માનતાનાં નામે, માન્યતા, રિવાજ કે ધાર્મિક શાસ્ત્રનાં પ્રમાણ આધારે ર૧મી સદીમાં પક્ષી-પશુબલીની પ્રથા જાેવા મળે છે. પશુ-પક્ષીની બલી ચડાવવી કાયદા અનુસાર ગુનાને પાત્ર છે. હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનારા સામે ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી કાયદેસરની કાર્યવાહી કરી જેલનાં સળીયા પાછળ ધકેલશે તેવી ચેતવણી આપવામાં આવી છે. પશુબલી કિસ્સામાં માનતા રાખનાર, તેનાં સમર્થકો, ભુવા-ભોપા કે તાંત્રિક સામે ગુનો દાખલ કરવા જાથા કટિબધ્ધ છે. રાજયમાં પશુબલી અટકાવવા જીલ્લાવાર કાર્યવાહક સમિતિ બનાવવામાં આવી છે. રાજયમાં ચોકકસ જ્ઞાતિને પશુબલી કરવા સંબંધી સરકારી કોઈપણ પરિપત્ર અમલમાં નથી તેથી ગુમરાહ થવું નહી તેવી અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews