Wednesday, January 20

પેટાચૂંટણી : ચાર બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ, શંકરસિંહબાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ

દેશમાં બિહાર રાજ્ય સાથે દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડેલી ૬૬ બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાનાર છે જેમાં ગુજરાતમાં આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. આ ૮ બેઠકો પૈકી ચાર બેઠક ઉપર પ્રજા શક્તિ પાર્ટી પ્રેરિત ૪ ઉમેદવારોએ ઝંપલાવતા આ ચાર બેઠકો ઉપર ત્રિપાખીયો જંગ સમાન બની ગઈ છે. આ કારણે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની ઊંઘ હરામ થઇ ગઇ છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણી પ્રચાર પ્રારંભ કર્યો છે જેમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ પાર્ટી ઊભી કર્યા બાદ તેઓ સતત પ્રજા વચ્ચે જઈને એક પછી એક લોક હિતના મુદ્દા ઉઠાવતા રહ્યા છે જેને કારણે પાર્ટીનું સંગઠન ઉભું થવા સાથે મજબૂત બની ગુજરાતમાં ઉભરી ગયેલ છે. તાજેતરમાં યોજાનાર પેટા ચૂંટણીમાં પ્રજા શક્તિ પાર્ટી પ્રેરીત ચાર ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે જેમાં અબડાસા બેઠક ઉપર હનિફ પઢિયાર,ડાંગ બેઠક ઉપર મનુભાઈ ભોઈ, કપરાડા બેઠક ઉપર પ્રકાશ પટેલ અને મોરબી બેઠકની પેટાચૂંટણીમાં વસંત પરમારને ઉતાર્યા છે. ચારેય ઉમેદવારોના પ્રચારમાં પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે. શંકરસિંહ વાઘેલાની જાહેર સભાઓ અને બેઠકોમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડતાં તેમની લોકપ્રિયતાનો લાભ ચારેય ઉમેદવારોને મળવાની શક્યતા વધી જવા પામી છે. મોરબી પંથકમાં પ્રજા શક્તિ પાર્ટીએ લોકહિતના મુખ્ય મુદ્દાઓને લઈને પ્રજા માટેનો સંકલ્પ જાહેર કર્યો છે જેને મોટાભાગના લોકો આવકારી રહ્યા છે. સંકલ્પ પત્રમાં રૂા.૧૨ લાખ સુધીની આવકવાળા ગરીબ- મધ્યમ વર્ગના બાળકોને ટેકનિકલ, મેડિકલ સહિત પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિનામૂલ્યે શિક્ષણ, રૂા.૧૨ લાખ સુધીની આવક વાળા દરેક પરિવારને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં રૂા. ૧૨ લાખનું આરોગ્ય વીમા કવચ, લોકોને ૧૦૦ યુનિટ સુધી મફત વીજળી, ખેડૂતોને મીટરથી મુક્તિ, ખેતી માટે હોર્સપાવર દીઠ વીજ બીલ, ખેડૂતોનું દેવું માફ, ટેકાના ભાવે ફરજિયાત ખરીદી તેમજ ખાતર બિયારણ ભાવોમાં રાહત, દર વર્ષે બે લાખ શિક્ષિત યુવાનોને રોજગારી અથવા બેરોજગારી ભથ્થુ, સરકારી નોકરીઓમાં વચેટિયા- કોન્ટ્રાક્ટર સિસ્ટમને નાબૂદ કરવી આ ઉપરાંત તજજ્ઞોની સલાહ પ્રમાણે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરની લિકર પોલીસીનું અધ્યયન કર્યા બાદ વૈધાનિક રીતે દારૂબંધી તેમજ દારૂબંધીને કારણે ડ્રગ્સ તરફ વળી ગયેલા યુવાધનને બચાવવા કડક કાયદો જેવા લોકોને ગમતા મુદ્દા ઉઠાવ્યા છે. પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારોને મળી રહેલા લોક આવકાર જોઈને આ ચાર બેઠકોના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની હાલત ડામાડોળ થઈ ગઈ છે. એટલે બંને પક્ષના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ શંકરસિંહ વાઘેલાનું શાસન જોઈ તેમજ અનુભવી ચૂકેલાઓ અને તેઓની લોકપ્રિયતાએ પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારો માટે સફળતા મળવા તરફના દ્વાર ખોલી નાખ્યા છે. ગુજરાતમાં ત્રીજાે પક્ષ મજબુતાઈથી ઉભોથઈ રહ્યો છે જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા પરિણામો આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!