જાણો ટ્રેકટરના પીટીઓ (PTO) પાવર વિશે?

0

પીટીઓ (PTO)પાવર- ટ્રેકટર ખરીદતા સમયે ખેડૂત તેની પીટીઓ (PTO) પાવર વિશે જાણવાનું ના ભૂલો, જાણીએ કેમ ઉપયોગી છે પીટીઓ (PTO)પાવર ?
પાક વાવણીના સમયે દરેક ખેડૂતનાં એ જ પ્રયાસો રહે છે કે કઈ રીતે એને વધુમાં વધુ ઉપજ મળી શકે? એના માટે એ ઘણા બધા એવા આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે જે એને ખેતરનાં મોટા મોટા કામો ઓછામાં ઓછાં સમયમાં કરી આપે. આજે બજારમાં ઘણા બધા કૃષિ ઉપકરણો ઉપલબ્ધ છે પરંતુ, ટ્રેકટરનું યોગદાન હમેશાં અભૂતપૂર્વ રહ્યું છે. એક રીતે આપણે ટ્રેકટરને ખેડૂતોનો મિત્ર પણ કહી શકીએ. ટ્રેકટરની મદદથી ખેડૂત મિત્રો ઘણા બધા ઉપકરણો નો ઉપયોગ કરીને પોતાની ખેતી સરળ અને સફળ બનાવી શકે છે.
આજે બજારમાં ઘણી બધી દેશી અને વિદેશી કંપનીઓના ટ્રેકટર ઉપલબ્ધ છે. બધી જ કંપનીઓ સમયાંતરે ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ પોતાના ઉપકરણોમાં જરૂરી ફેરફાર કરતી રહે છે. એવામાં ઉત્તમ ગુણવત્તા સભર ટ્રેકટરની ખરીદી કરવા માટે બધા જ ખેડૂત મિત્રોએ કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે એની વિગતવાર ચર્ચા કરીશું.
ટ્રેકટરના પાવર ની રાખો જાણકારી, કારણ કે..
ખેડૂતોને ટ્રેકટર નો પાવર વિશે જાણકારી હોવી જરૂરી છે, કારણ કે ખેતી સાથે સંકળાયેલા બધા કામ સરળતાથી થવા પાછળ ટ્રેકટર જવાબદાર છે અને એ ટ્રેકટરની ક્ષમતા એના પાવરથી ખબર પડે છે. ટ્રેકટરનો પાવર જ નક્કી કરે છે કે એ ખેતીના ક્યાં કામ કરી શકે અથવા ખેતી ના ક્યાં ઉપકરણો ચલાવવામાં સક્ષમ છે કે નહી. એટલે ખેડૂતોને ટ્રેકટર થી જેટલી વધારે સહાયતા મળશે, એટલી જ સરળતાથી ખેતીના કામો કરી શકશે.
ટ્રેકટરમાં ઉપયોગી પાવર એટલે શું?
ચાલો, તો જાણીએ કે ઉપયોગી પાવર એટલે શું? તમને જણાવી દઈએ કે ટ્રેકટરમાં જેટલી કુલ એન્જિન પાવર આપવામાં આવે છે, એ અલગ અલગ ભાગમાં વહેચાઈ જાય છે, જેમકે પાવર રેડિયેટર પંખો ચલાવવામાં, અલ્ટરનેટર ચલાવવામાં, ગિયર બોક્સ ચલાવવામાં વગેરે વગેરે. આવી રીતે બધી જ જગ્યાએ વપરાયા પછી જે એન્જિન પાવર બચે છે એને “ઉપયોગી પાવર” તરીકે ઓળખવામાં આવે છે. અને અગત્યની વાત એ કે આ જ પાવરની મદદથી મોટા ભાગનાં ખેતીના સાધનો ચાલે છે. એટલે કે ઉપયોગી પાવર જેટલી વધારે હશે, તમારા ટ્રેકટરની કાર્યક્ષમતા એટલી જ વધારે હશે.તમને પીટીઓ હોર્સ પાવર (PTO horsepower) અને ડ્રો બાર હોર્સ પાવરના રૂપમાં આ જ “ઉપયોગી પાવર” મળશે. એટલે ટ્રેકટર ખરીદતી વખતે હંમેશા પહેલા પીટીઓ હોર્સ પાવરની ચકાસણી કરવી આવશ્યક છે. ભારત સરકારના નિયમ મુજબ દરેક જાતના ટ્રેકટર પર પીટીઓ પાવર ની જાણકારી આપવી ફરજીયાત છે જેથી ખરીદનાર ખેડૂત ને તે ટ્રેકટર ક્ષમતા ની સાચી માહિતી મળી શકે.
વધારે ગુણવતા અને ક્ષમતાવાળું ટ્રેકટર કેવી રીતે ઓળખશો?
કોઈપણ કંપનીના ટ્રેકટરની શ્રેણીમાં જે ટ્રેકટરના પીટીઓ પાવર વધારે હોય એ ટ્રેકટર એ જ શ્રેણીના બીજા ટ્રેકટરની સરખામણીમાં વધારે ક્ષમતાયુક્ત અને ગુણવકતાયુક્ત હોય છે. જેથી ખેડૂતમિત્રો ટ્રેકટરના પીટીઓ પાવરની બરાબર ચકાસણી કરીને પછી ખરીદી કરવી.
ટ્રેકટર ઉપર પીટીઓ પાવરની માહિતી ક્યાં દર્શાવવામાં આવતી હોય છે?
દરેક ટ્રેકટરની ઉત્પાદન કંપનીઓ દ્વારા ટ્રેકટર પર એક પ્લેટમાં માહિતી આપવામાં આવે છે, જેમાં એન્જિન નંબર, ચેસીસ નંબર, ટ્રેકટરની ઉત્પાદનની તારીખ વગેરે. જેની સાથે આ જ પ્લેટમાં ટ્રેકટરની પીટીઓ પાવરની માહિતી દર્શાવવામાં આવે છે જે કિલોવોટ (KW) અથવા હોર્સ પાવર (HP)માં દર્શાવવામાં આવે છે. પણ અમુક સંજોગોવસાત આ જાણકારી ટ્રેકટર ઉપર ન દર્શાવવામાં આવી હોય તો ખેડૂતો ટ્રેકટરના શોરૂમના માધ્યમથી એની જાણકારી મેળવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!