પેટા ચૂંટણીની સભામાં મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

0

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી હોઈ પ્રચારકાર્ય પૂરજાેશમાં શરૂ થઈ જવા પામેલ છે. પ્રચાર સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા. કોંગ્રેસ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં ઠેર-ઠેર તૂટી રહી છે. મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારની ચૂંટણી સભા સંબોધતા વધુમાં પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસવાળા પક્ષપલટાની વાતો કરે છે. જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષપલટો નહોતો ? કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજાે કે કોરોના કાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પૂલમાં ધુબકા મારતા હતા. બનાસકાંઠામાં પૂર આવ્યું, ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતા. કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રેસશાસિત એક રાજ્ય બતાવો જ્યાં રપ ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે ક્યા સારા કામ થયા એ બતાવો તો ખરા. દરિયાનું ખારૂ પાણી મીઠું કરીને કચ્છમાં પહોંચાડીશું.ં કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે, વિશ્વાસઘાતની વાત કોંગ્રેસને શોભતી નથી. આ ધારાસભ્યો રાજીનામા આપીને ફરી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ છે. શંકરસિંહ વાઘેલાને ભાજપમાંથી લઈ જઈને પ્રમુખ બનાવ્યા, ત્યારે વિશ્વાસઘાત નહોતો. કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસઘાતની વાતો શોભતી નથી. વિપક્ષ નેતા કહે છે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં. એટલે શું એ બધા ગાંડાને ટિકિટ આપે છે. લોકોને પણ ખબર પડી ગઈ છે. કોંગ્રેસની નેતાગીરી ગાંડી થઈ ગઈ છે. અમે તમામ આઠ બેઠકો જીતીશું. છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રેસના ૧પ ધારાસભ્યોએ પક્ષ છોડયો છે. એટલે કે તેમના પ્રમુખ પોતાના ધારાસભ્યો સાચવવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ છે. કોંગ્રેસની જૂથબંધીથી હતાશ થઈ કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે અને જેને કારણે કોંગ્રેસ ઠેર-ઠેર તૂટી રહી છે, એમ તેમણે વધુમાં ઉમર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!