ખંભાળિયામાં વેપારી અગ્રણીના તરૂણ પુત્રએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના જાણીતા વેપારી અને વેપારી મંડળના પ્રમુખના તરૂણ પુત્રએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં જૂની અને જાણીતી પેઢી ધરાવતા અને ખંભાળિયાના રિટેલ ગ્રેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ગોપાલદાસભાઈ વિઠ્ઠલાણીનો સોળ વર્ષીય પુત્ર સુજલ ગઈકાલે સવારે પોતાના ઘરે હતો, ત્યારે પોતાના ઘરના રૂમમાં તેણે કોઈ અગમ્ય કારણસર રૂમમાં પંખા ઉપર દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા ગઈકાલે ગુરૂવારે તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ બનતા અહીંના વેપારીઓ, આગેવાનો તથા રઘુવંશી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલે તથા ઘટનાસ્થળે દોડી ગયા હતા. દસમાં ધોરણમાં અભ્યાસ કરતા સોળ વર્ષીય સુજલે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવે શહેરમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!