ગુજરાતમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, સામાન્ય વ્યક્તિની સ્થિતિ બની દયનીય

0

રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકો ભયના માહોલમાં છે. છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના કાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરી અનેક વસ્તુઓના ભાવો વધતા સામાન્ય અને ગરીબ લોકોની સ્થિતિ દયનીય બની છે. ત્યાં છેલ્લા કેટલાક સમયથી ડુંગળી, બટાકા સહિતની શાકભાજીના ભાવોમાં જાેરદાર ઉછાળો આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જ્યારે ગરીબ અને સામાન્ય પરિવારોનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલ રાજ્યમાં નવરાત્રિ ચાલી રહી છે જ્યાપે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવશે આ સમયે મોંઘવારીએ જબરજસ્ત અજગરી ભરડો લીધો છે. જેમાં બટાકાના પ્રતિ કિલોના ભાવ ૪૦થી ૫૦, ડુંગળીના ૭૦થી ૮૦, તુવેરના ૬૦થી ૮૦, રીંગણના ૬૦થી ૮૦, દૂધીના ૪૦થી ૬૦, મેથીની ભાજીના ૫૦થી ૬૦, ફુલાવરના ૭૦થી ૮૦, ટામેટાના ૬૦થી ૮૦, કોબિજના ૬૦થી ૭૦ જેટલાં ઊંચા ભાવ જાેવા મળી રહ્યાં છે. જેને કારણે લોકોએ કઈ રીતે રસોડાનું બજેટ મેનેજ કરવું તે એક પ્રશ્ન બની ગયો છે. સામાન્ય દિવસોમાં ૩૦થી ૪૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે મળતી દરેક શાકભાજીના ભાવો હાલના તબક્કે ૬૦થી ૮૦ રૂપિયા જાેવા મફ્રી રહ્યો છે. આમ છેલ્લા એકાદ મહિનાથી આ ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. જેનાથી સામાન્ય લોકોની સ્થિતિ કથળી છે. શાકભાજીના ભાવ વધારા માટે સંગ્રહખોરી વત્તિ અને પાછોતરો વરસાદ જવાબદાર છે. શાકભાજીના ભાવોમાં થયેલા વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ઉપર માઠી અસર પડી છે. આ અંગે શાકભાજીના એક મોટા વેપારીએ જણાવ્યું હતું કે કોરાનાના આ સમયમાં લગભગ તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં રોજિંદા જીવન જરૂરી શાકભાજી પણ બાકાત રહ્યા નથી. જેમાં ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને દરેક શાકમાં ઉપયોગી બનતા બટાકાના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે વર્તમાન સિઝનમાં શાકભાજી સસ્તા હોય છે, પરંતુ કોરોનાના કારણે બીજા રાજ્યોમાંથી આવી રહેલા ડુંગળી અને બટાકાની આવક ઓછી થવાથી ભાવમાં વધારો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક તરફ ડુંગળી અને બટાકાની આવક ઓછી છે અને બીજી બાજુ કોરોના કારણે બંધ રહેલી હોટલો, રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની લારીઓ ચાલુ થઈ ગઈ હોવાથી ડુંગળી-બટાકા સહિત તમામ પ્રકારના શાકભાજીની માંગ વધી જતાં ડુંગળી-બટાકા સહિત તમામ શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ઉછાળો આવ્યો છે. જાે કે, માલનો પુરવઠો આવવાની શરૂઆત સાથે ભાવ નિયંત્રણમાં આવી જશે, તેમ લાગી રહ્યું છે. શાકભાજીના ભાવો વધારે હોવાથી ગૃહિણીઓએ પણ પોતાના શાકભાજીના બજેટમાં ઘટાડો કરી દીધો છે. શાકભાજીના ધંધામાં પણ મંદી જાેવા મળી રહી છે.
કોરોનાની મહામારીના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. નોકરી-ધંધા છૂટી જવાના કારણે લોકોને જીવવું મુશ્કેલ થઈગયું છે. કેટલાક લોકોએ કોરોનાની મહામારીનું કારણ બતાવીને પોતાના રસોડામાં શાકભાજીને લોકડાઉન કરી દીધી છે. તો કેટલાક લોકોમાં શાકભાજીના કારણે પણ કોરોના ફેલાતો હોવાનો ડર હોવાથી શાકભાજી ખાવાનું બંધ કરી દીધું છે. તહેવારોના સમયમાં જ ડુંગળી-બટાકા સહિત શાકભાજીના ભાવોમાં ૧૦થી ૧૫ ટકા વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ આ ભાવ વધારાને લઈને સરકારનો ભાવ ઉપર કોઈ અંકુશ તેવી ચર્ચાઓ પણ વેગવંતી બની છે. ત્યારે આ ભાવ વધારો ક્યારે કાબૂમાં આવશે તે પણ ચર્ચામાં છે. કેમ કે, છેલ્લા એકાદ મહિના કરતાં વધુ સમયથી ભાવ વધારો જાેવા મળી રહ્યો પણ ભાવ ઘટાડો દેખાતો નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!