કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. હાલમાં વિશ્વભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં કારગત સુરક્ષિત રસી કયારે લોકો સુધી પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં કોરોનાની રસીના આગમનના એંધાણ છે. ભારતે રશિયાની સ્પુતનિક વેકસીનનાં પરિક્ષણ માટે પરવાનગી આપી છે.
હવે કોરોનાની રસી સ્પુતનિક વીનું પરિક્ષણ ભારતમાં ૧૦૦ વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. ડીજીસીઆઈએ આ જાણકારી આપી છે. ડીજીસીઆઈએ પરિક્ષણ કરનારી ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીની લેબને પરવાનગી આપી છે. હાલમાં પરિક્ષણની તારીખ અને સમય કંપની દ્વારા નક્કી કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews