જૂનાગઢનાં નવા નાગરવાડામાં દોઢસો વર્ષ જૂના બહુચર માતાજીના મંદિરે ઉમટતા માઈ ભક્તો

0

જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ ભકતો દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે જૂનાગઢ શહેરના નવા નાગરવાડા ખાતે આવેલ પૌરાણિક બહુચર માતાજી મંદિર( પાતાળ કુંડ) ખાતે માતાજીના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. અંદાજિત દોઢસોથી વધુ વર્ષ જૂનું અને નાગર સદ્દગૃહસ્થ દ્વારા નિર્મિત મા બહુચર માતાજીના મંદિર નવા નાગરવાડા ખાતે મંદિરમાં બાળ સ્વરૂપે બિરાજમાન છે. મંદિર ખાતે સેવાપુજા કરતા મહેશભાઈ વ્યાસ દ્વારા જણાવાયું હતું કે, દોઢસો વર્ષ જુના પૌરાણીક મંદિરના પ્રારંભે માતાજીની ડેરી હતી પરંતુ ત્યારબાદ જૂનાગઢના નાગર સદ્દગૃહસ્થ ગોકળજીભાઈ ઝાલા પરિવાર દ્વારા બહુચર માતાજીનાં પૌરાણિક મંદિરની સ્થાપના કરી હતી. મંદિરનો સૌપ્રથમ જીર્ણોધ્ધાર નવતમલાલ મણિશંકરભાઈ વ્યાસ(નિજાનંદ સ્વામી અમરેલી) દ્વારા કરવામાં આવેલ હતો ત્યારબાદ બીજો જીર્ણોધ્ધાર તેમના ધર્મપત્ની હંસાબેન વ્યાસ તથા તેના પુત્રો નટવરલાલ, પ્રફુલચંદ્ર અને મહેશચંદ્ર ના હસ્તે કરવામાં આવ્યો હતો. બહુચર માતાજીનાં મંદિરની હાલ સેવા પૂજા મહેશભાઈ વ્યાસ દ્વારા કરાઈ રહી છે
નવાબી કાળ ના સમયના પૌરાણિક બહુચર માતાજીના મંદિર ખાતે મંદિર બહાર જ મોટો પાતાળ કુંડ આવેલ છે જે હાલ પણ જોવા મળી રહ્યો છે તો આ ઉપરાંત પ્રારંભે કાગળની આંગી ચોટાડીને માતાજીનું પૂજન-અર્ચન કરવામાં આવતું હતું. ત્યારબાદ માતાજીના મંદિરનો જીર્ણોેધ્ધાર થયા બાદ મંદિરની અંદર ચાંદીની છબી રૂપે માતાજી ભવ્ય બાળ સ્વરૂપે બિરાજમાન છે. હાલ નવરાત્રિના મહોત્સવ દરમ્યાન સવાર-સાંજ માતાજીના આરતી તથા ગરબા દ્વારા ભવ્ય રીતે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. પૌરાણિક બહુચર માતાજીનું મંદિર,પૌરાણિક ઇતિહાસ, માતાજીનાં દિવ્ય બાળ સ્વરૂપને લઇ ભાવિકોમાં અનોખું આસ્થાનું પ્રતિક સમાન ગણાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!