વર્ષોની પ્રતિક્ષાનો અંત આવતીકાલે વડાપ્રધાનના હસ્તે ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ

0

ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા માતાજી અંબાજીના દર્શનનો લહાવો લેવો છે. જીવનનો અનન્ય માતાજીના ભકતો વધુને વધુ અંબાજી માતાજીનો દર્શનનો લાભ લઈ શકે તે માટે જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજના આવતીકાલે આવતીકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઈ- લોકાર્પણ થઈ રહયું છે. ત્યારે આ અંગે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે.
ડ્રીમ પ્રોજેકટ ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીથી ઈ-લોકાર્પણ કરશે. તા.ર૪ ઓકટોબરનાં રોજ જૂનાગઢ ખાતે રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે. ત્યારે લોકાર્પણ બાદ મુખ્યમંત્રી રોપ-વેની સફર માણશે તેવી શકયતા છે.અને લોકોને રોપ-વે માં બેસવા માટે રવિવારથી મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે. ર૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગિરનાર રોપ-વેનું ખાતમુર્હત કર્યા બાદ રોપ-વે યોજના સંપુર્ણ રીતે સાકાર થઈ ગયેલ છે. ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ રોપ-વે અનેક આધુનિકતા ભરેલો છે. એશિયાનો સૌથી લાંબો ર.૧૩ કિલોમીટરનો ટેમ્પલ રોપ-વે એટલે ગિરનાર રોપ-વે બની ગયો છે. જેનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેની સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા આ ચાર મહત્વના લોકો જ પ્રથમ દિવસે રોપ-વેની સફર માણશે. જાે કે લોકો માટે રવિવારથી રોપ-વેમાં બેસવાની મંજુરી આપવામાં આવશે. તેમાંય ખાસ કરીને હાલ કોરોના મહામારીને લઈને એક ટ્રોલીમાં ૮ યાત્રીકોના બદલે ૪ લોકોને જ બેસવાની મંજુરી આપવામાં આવે તેવી તૈયારી ચાલી રહી છે. હાલ ટિકીટ અંગે કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિટર્ન ટિકીટ ૭૦૦ રૂપિયા અને ગિરનાર ઉપર એક કલાકથી વધુ રોકાણ કરવા માટે ૧૦૦ રૂપિયા વધુ ચુકવવા પડશે તેવું જાણવા મળી રહયું છે. ટિકીટના દર લોકાર્પણના દિવસે જાહેર કરવામાં આવશે તેમ મનાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!