જૂનાગઢ પોલીસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પ્રવાસને લઈ સલામતી બંદોબસ્તની પૂર્વ તૈયારી

0

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૨૪-૧૦-૨૦૨૦ ના રોજ જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ અને ભવનાથ રોપ વે ખાતે ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં આવનાર હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અત્યારથી બંદોબસ્ત અંગે આગોતરૂ આયોજન કરી, બંદોબસ્ત ગોઠવવાનીની તૈયારી આરંભી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ખાતેના તમામ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત દરમ્યાન શું શું કાળજી રાખવાની થાય છે એ બાબતે સુચનાઓ આપવામાં આવી છે. આજથી મુખ્યમંત્રીના કાર્યક્રમના દિવસ સુધી સતત વાહન ચેકીંગ ઉપરાંત હોટલ ધાબા, ગેસ્ટ હાઉસના ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ માણસોનું તેમજ વાહનનું ખાસ ચેકીંગ હાથ ધરી, આઇડેન્ટીટી પ્રુફની ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ઉતરતા લોકોના આઇડેન્ટીટી પ્રુફ ચકાસણી કરી, કોઈ શંકાસ્પદ શખ્સ મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને ભવનાથ વિસ્તારની ધર્મશાળાઓ, હોટલો, ઉતારાઓ તથા પ્રવાસીઓનું પણ ખાસ ચેકીંગ તેમજ ગિરનાર પર્વત ઉપર ચેકીંગ તેમજ મંદિર અને જગ્યાઓની માહિતી મેળવી, વેરીફિકેશન શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત, રૂટ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબેશ્નર આઇપીએસ વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ કે.એ.ડાંગર, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત ગોઠવણી બાબતે સુચનાઓ આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!