બેરોજગાર યુવાને કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો

વંથલીનાં ગાદોઈ ગામે નારણભાઈ રાયધણભાઈ હુંબલનાં ખેતરનાં કુવામાં એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગરનાં ખરેડી ગામનાં પરેશભાઈ જયંતીભાઈ સીસાંગીયા (ઉ.વ.૩પ)ને એકજ કિડની હોય અને તેમાં પણ ઓપરેશન કરેલ હોય ડોકટરે કામકાજ કરવાની ના પાડેલ અને કોઈ મજુરી કામ કરી શકતા ન હોય બાદમાં લોકડાઉન થતાં સાવ બેરોજગાર થઈ ગયેલ હોવાથી આથી પોતાના ઘરેથી કહયા વગર નિકળી ગયેલ અને નારણભાઈ હુંબલની ગાદોઈ ગામ પાસે આવેલી વાડીમાં પડી જઈ આપઘાત કરી લેતા ડુબી જવાથી તેનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે નારણભાઈનું નિવેદન લીધું હતું અને હે.કો. એસ.ડી. સોંદરવાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!