ગિરનાર રોપ-વે તથા ઉષા બ્રેકો કંપની

ગિરનાર રોપ-વે તથા તેની તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની બાબતે માહિતી આપતા પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, ગિરનાર રોપ-વે યોજનાની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તે ઉષા બ્રેકો લીમીટેડ ૧૯૬૯માં અસ્તિત્વમાં આવી છે જે એક સંયુકત સાહસ છે. જે ઉષા માર્ટીન લીમીટેડ(ભારત) તથા બ્રિટીશ રોપ-વે એન્જીનીયરીંગ કંપની (બ્રેકો) (યુનાઈટેડ કિન્ગડમ)નું સંયુકત સાહસ છે. ઉષા બ્રેકો લિમિટેડનાં ફાઉન્ડર ચેરમેનની બસંતકુમાર જવાહર છે. જેમણે ભારતમાં પ્રથમ વખત Build… Operate… Transfer…(BOT) મોડેલની શરૂઆત કરી હતી અને ભારતમાં પ્રથમ પેસેન્જર રોપ-વે હરિદ્વારમાં મન્સાદેવીનો શરૂ કર્યો હતો.
ઉષા બ્રેકો કંપની હાલમાં ભારતમાં સાત જગ્યાએ રોપ-વેનું સંચાલન કરે છેે
• માં મન્સાદેવી ઉડનખટોલા ટીકીટ રૂા.૧ર૧.પ૪., હરિદ્વાર, ઉત્તરાખંડ ૧૯૮૧નાં વર્ષથી
• માં ચંડીદેવી ઉડનખટોલા ટીકીટ રૂા.૧૯૩, હરિદ્વાર, ઉત્તરાખંડ ૧૯૯૭નાં વર્ષથી
• માં મહાકાલી ઉડનખટોલો, પાવાગઢ ટીકીટ રૂા.૧૪૧.૬૦, અંતર ૭૬૩ મીટર, ગુજરાત ૧૯૮૬નાં વર્ષથી
• માં અંબાજી ઉડનખટોલા, અંબાજી ટીકીટ રૂા.૧૧૮, અંતર ૩૬૩ મીટર, ગુજરાત ૧૯૯૮નાં વર્ષથી
• માલામપૂઝા ઉડનખટોલા અંતર ૬ર૬ મીટર, માલામપૂઝા ગાર્ડન, પાલઘાટ, કેરલ ૧૯૯૧નાં વર્ષથી
• જટાયુપરા(કેરલ) અંતર પ૬૦
• તારાતારીણી(ઓરિસ્સા) અંતર ૩૩૩ મીટર
ઉષા બ્રેકો દ્વારા દર વર્ષે અંદાજે ૬ મિલિયન એટલે કે ૬૦ લાખ પેસેન્જરોનું રોપ-વે દ્વારા પરિવહન કરવામાં આવે છે. એક અંદાજ એવો છે કે ઉષા બ્રેકો દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૬૬ મિલિયન જેવા કે ૬ કરોડ ૬૦ લાખ પેસેન્જરોનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉષા બ્રેકો પાસે આઈ.એસ.ઓ. ૯૦૦૧ઃર૦૦૦નું પ્રમાણપત્ર પણ છ તથા આ કંપની O.I.A.F.(International Organization for Transport by Rope)ની સભ્ય પણ છે. ઉષા બ્રેકો દ્વારા અત્યાર સુધીમાં ભારતમાં અને વિદેશમાં કુલ ર૭ જેટલા રોપ-વે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. આમ ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી આ કંપની ખૂબ જ અનુભવી છે અને આ ક્ષેત્રમાં સફળ થયેલી કંપની પણ છે. કંપની પાસે પ૦ વર્ષનો રોપ-વે ઓપરેટીંગનો અનુભવ છે. એમ ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળનાં પ્રદિપભાઈ ખીમાણીએ યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!