જીએસટીના અમલનાં સવા ત્રણ વર્ષ પછી પણ નેટવર્કના ધાંધીયા, વેપારીઓ હેરાન

જીએસટીની અમલવારીમાં સવા ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ જીએસટી નેટવર્કના ધાંધીયાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. જરૂરી કામકાજ નિયત સમયમાં ન થઈ શકતાં વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો પડે છે. વારંવાર ટીવટર ઉપર જીએસટી પોર્ટલના ધાંધીયા અંગે ફરિયાદ કરવા છતાં ખરાઈ કરાતી નથી. જયારે ફરિયાદ કરાય ત્યારે જ ટેક્ષ પ્રોફેશ્નલની કચેરીએ સરકારના જવાબદાર અધિકારી જઈ તેની હાજરીમાં જ ટેક્ષ પ્રોફેશ્નલ રીટર્ન ભરવાનો પ્રયાસ કરે તે સમયે જાે જીએસટીનું પોર્ટલ તદ્દન ધીમું ચાલે, ન ચાલે તો સરકારે વેપારીઓની ફરિયાદ સ્વીકારી અને રીટર્નની સમય મર્યાદા લંબાવવી જાેઈએ તેવી માંગણી જૂનાગઢ ટેક્ષેશન એડવાઈઝર્સ એસોસીએશને કરેલ છે. અત્રે નોંધનીય છે કે
તા. ૧૭-૧૦-ર૦ર૦ બાદ જીએસટી પોર્ટલ યોગ્ય રીતે ચાલ્યું ન હોય રીટર્નની મુદત લંબાવી વેપારીઓને દંડ, વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવા સરકાર જાહેરાત કરે તેવી ટેક્ષેશન એડવાઈઝર્સ એસો.ના સભ્યોએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!