વંથલીનાં ખોખરડા ફાટકનો પ્રશ્ન હલ કરવા કોંગ્રેસની માંગણી

વંથલી તાલુકાનાં ખોખરડા ફાટક ટોલનાકે બળદગાડા, ટ્રેકટર અને થ્રીવ્હીલ વાહન માટે આડસ વગરનો અલાયદો રસ્તો હોવા છતાં આડસ રાખવામાં આવે છે જેનાથી ટ્રાફીકને કારણે લાઈનમાં ઉભા રહીને લોકોનો કિંમતી સમય વેડફાય છે તેમજ જૂનાગઢ જીલ્લાનાં જ તે ટોલનાકાથી દિવસમાં બેથી વધારે વખત પસાર થતા ફોરવ્હીલ કાર વાહન પાસેથી ટોલ ન વસુલવા આ બંને પ્રશ્નોનો તાત્કાલીક હલ કરવા પ્રોજેકટ ડાયરેકટર જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે ઓર્થોરીટી તેમજ સંબંધીત વિભાગોને પત્ર પાઠવી જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં મહામંત્રી વી.ટી. સીડાએ માંગણી કરી છે. અને જાે આ પ્રશ્નનો ૩૦ દિવસમાં નિર્ણય નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!