ખેડુતોને ઉપયોગી કિસાન સુર્યોદય યોજના અને ગિરનાર રોપ-વે યોજનાનું વડાપ્રધાનનાં હસ્તે ઈ-લોન્ચીંગ

0

વર્ષો થયા અટવાયેલી અને જૂનાગઢ શહેર જીલ્લા પંથકની જનતાની લાંબી પ્રતિક્ષાનો હવે અંત સમી જૂનાગઢની રોપ-વે યોજનાનો વડાપ્રધાને રીમોટ કંટ્રોલથી આ યોજનાના પ્રારંભ અંગે લીલીઝંડી આપી હતી. તેમજ ખેડુતો માટેની કિસાન સુર્યોદય યોજનાનું આજે ઈ-લોન્ચીંગ કરવામાં આવ્યું છે. ત્યારે લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ અને સોરઠની જનતાને હૈયે રોપવે યોજના કાર્યવંત થતા આનંદ છવાયો છે તો બીજી તરફ ખેડુતોને માટે પણ કિસાન સુર્યોદય યોજનાના લાભ મળી શકે તેને લઈને જગતનો તાત પણ હરખાઈ ગયો છે. હવે ખેડુતોને ખેતરમાં પાણી વાળવા રાત ઉજાગરા નહીં કરવા પડે. દિવસે લાઈટ પુરવઠો ખેડુતોને મળતો રહે તેવી કિશાન ઉર્જા યોજનાનો પ્રારંભ થઈ રહયો છે.
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ ઓક્ટબરના રોજ ખેડુતો માટેની કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ કરવામા આવ્યું હતું. આ સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકનાં લોકોની પ્રતીક્ષાના અંત એવી રોપ-વે યોજનાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીર, યાત્રાધામ વિકાસ બોર્ડનાં રાજયમંત્રી વિભાવરીબેન દવે તેમજ પદાધિકારીઓ, મહાનુભાવો જૂનાગઢ ખાતે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતાં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વધુ એક વાર ખેડુતોના હિત માટે સંવેદનશીલ ર્નિણય લઇ કિસાન સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ખેડુતોની માંગણી હતી કે, દિવસે વીજળી મળે તેવી માંગણી પ્રશ્ને આ બાબતે સરકાર દ્વારા કિશાન સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. સુર્યોદય યોજના લોન્ચ થતા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લાના ૭૫ હજાર ૯૯૧ જેટલા ખેડુતોને લાભ થશે. આ યોજના હેઠળ ખેડુતોને દિવસ દરમ્યાન ૩ ફેજ વીજ પુરવઠો મળશે. દિવસ દરમ્યાન વીજળીથી ખેડુતોને રાત્રે રાની પશુઓના ત્રાસથી છુટકારો મળશે. કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને દિવસ દરમ્યાન વીજ પુરવઠાના સમયગાળાથી કામગીરીની નિશ્ચીતતા પણ નક્કી થશે. આ યોજનાના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ૪ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ૨૨૦ ગામો, ગીર સોમનાથના ૧૪૩ ગામો, અમરેલીના ૫ ગામો, રાજકોટના ૧ ગામનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રથમ તબક્કામાં ૬૬ કેવી સબસ્ટેશન હેઠળ ૨૯૬ વિજ ફીડરોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડુતોની આવક બમણી કરવા તેમજ ખેડુતોને વીજળી ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એ સરકારની નેમ છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સાથે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ તળે પીજીવીસીએલ, જેટકો, માર્ગમકાન વિભાગ, રેવન્યુ તંત્ર જિલ્લા પોલીસ ઉપરાંત વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!