જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વેનું સ્વપ્નું આજે સીધ્ધ થયું છે. જૂનાગઢ શહેરનાં વિકાસ માટેનાં સુપ્રભાત સાથે સૂર્યોદય થયો છે. જેને જૂનાગઢ અને જીલ્લાની જનતાએ હર્ષભેર આવકારી છે. અને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તેમજ રોપ-વે યોજનાને સાકાર કરવામાં જે કોઈ સહયોગી બન્યા હોય તે તમામને પણ હૃદય પૂર્વક આભાર વ્યકત કરવો પડે. તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાને અને પ્રબુધ્ધ નાગરીકોને, સાધુ-સંતોને, પૂર્વ સાંસદ, પર્વ ધારાસભ્યને પણ અભિનંદન પાઠવવા પડે આમ સહુનાં સહિયારા પુરૂષાર્થનાં પરિણામે ગિરનારની ટોચ ઉપર બિરાજતા આજે જગત જનનીમાં માં જગદંબાની કૃપા સાથે રોપ-વેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ચાર દાયકા ઉપરાંતની લાંબી સફર બાદ એશિયાના સૌથી મોટો રોપ-વે કાર્યરત બન્યો છે. દેશની પ્રખ્યાત ઉષા બ્રેકો કંપની દ્વારા તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉષા બ્રેકોનાં પ્રોજેકટ હેડ તેમજ ઈજનેરોની ટૂકડી દ્વારા દિવસોની મહેનતની સાથે રોપ-વે યોજનાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. આ યોજનાને આજે મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
રોપ-વે યોજના શરૂ થતાં જ દેશભરનાં યાત્રાળુઓનો પ્રવાહ જૂનાગઢ ખાતે આવશે. જૂનાગઢને વિકાસની નયા દોરથી શરૂ થશે. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્નું સાકાર થયું છે. ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકની જનતાને પણ આનંદ અને લાગણી ઉઠવા પામી છે અને સર્વત્રે જય જયકાર થયો છે. રોપ-વે યોજનામાં નાના મોટા નામી અનામી અનેક લોકોએ સહયોગ આપ્યો હતો. આ યોજના સાકાર થાય તે માટે ભરપુર પ્રયાસો કર્યા છે. અને આખરે સૌની પ્રચંડ શકિતનો વિજય થયો છે. રોપ-વે (ઉડનખટોલા) શરૂ થયું છે. ત્યારે આજની ઘડી છે રળિયામણી એવા ગીતોનો ગુંજારવ સર્વત્ર થઈ રહયો છે. અને જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ પ્રર્વતી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews