કેશોદના માણેકવાડા ગામે એક યુવાને થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કરેલ જેનાં મનદુઃખમાં યુવાન ઉપર ફાયરીંગ કરાતાં તેને ગંભીર હાલતમાં જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા ભરતભાઈ પુંજાભાઈ કુવાડીયા (ઉ.વ. ર૮) જે ટ્રક ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે તેણે રાજકોટની એક યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
દરમ્યાન ભરત પુંજાભાઈ કુવાડીયા ટ્રક લઈ કેશોદ આવ્યો હતો ત્યારે તેની ઉપર કેશોદની નોબલ હોસ્પીટલની સામે બંદુક જેવા હથિયારથી ફાયરિંગ થતાં, ગોળી વાગતાં તેને સારવાર માટે પહેલાં કેશોદ અને ત્યારબાદ જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવાને પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની પત્નીને સાત દિવસ પહેલાં ફોન ઉપર બંનેને મારી નાંખવાની ધમકી અપાઈ હતી. ફાયરિંગ પ્રકરણમાં શકદાર તરીકે નારણભાઈ કાનગડઅને પ્રદીપભાઈ નારણભાઈ કાનગડ (રહે. આહીર ચોક, નહેરૂનગર, રાજકોટ)નું નામ આપતાં પોલીસે તપાસ હાથ ધરી પ્રદીપભાઈ નારણભાઈ કાનગડને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂા.પ૦ હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ ૧, મોબાઈલ અને છરી કબ્જે કરી હતી. આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઈ ડી.જી. બડવા, પોલીસ હેડ કોન્સ. વિક્રમભાઈ ચાવડા, વિજયભાઈ બડવા, નિકુલભાઈ પટેલ, પોલીસ કોન્સ. સાહિલભાઈ સમા, ભરતભાઈ સોનારા, દિનેશભાઈ કરંગીયા, જયદીપભાઈ કનેરીયા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ વગેરે જાેડાયા હતા. આ અંગે કેશોદના ઈન્ચાર્જ પીઆઈ પી.એસ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews