Thursday, June 24

વિસાવદરનાં સરસઈ ગામે બે ગોડાઉનમાંથી રૂા. ૧.૦૯ લાખની જણસની ચોરી

0

વિસાવદર તાલુકાનાં સરસઈની સીમમાં આવેલ બે ગોડાઉનમાંથી રૂા. ૧,૦૯,૪પ૦ની જણસની ચોરી થયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાતાં ચકચાર મચી ગઈ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વિસાવદર તાલુકામાં સરસઈ ગામની સીમમાં ભીખાભાઈ વશરામભાઈ રીબડીયાની વાડીના ગોડાઉનનાં દરવાજાનું તાળુ તોડી ગોડાઉનની અંદર રાખેલ ઘઉં ભરવાનાં કોઠાલામાંથી છુટા ઘઉં આશરે ૩૦ મણ કિંમત રૂા. ૯૦૦૦, મગફળીની ૭ ગુણી રૂા. ૯૦૦૦, સોયાબીન ભરેલ પ્લાસ્ટીકનાં બાચકા રૂા. પરપ૦, અડદ ભરેલ પ્લાસ્ટીકનું બાચકું-૧ કિંમત રૂા. ૩૦૦૦, ભારત ગેસ કંપનીનો ગેસનો બાટલો-૧ કિંમત રૂા. ૧૦૦૦, તાડપત્રી નંગ-૧ બુંગણ નંગ-૩ મળી કુલ રૂા. ૧૦૦૦ મળી જે તમામ જણસની કુલ કિંમત રૂા. ર૮,રપ૦ની ચોરી થવા પામી હતી. જયારે હરેશભાઈ રત્નાભાઈ રીબડીયાનાં ગોડાઉન અંદર પ્રવેશ કરી ગોડાઉનનો દરવાજાે અંદરથી ખોલી ગોડાઉનમાં રાખેલ તલના બાચકા રર કિંમત રૂા. ૮૦,૦૦૦, ભારત કંપનીનો ગેસનો બાટલો ચુલા સાથે નંગ-૧ મળી કુલ રૂા. ૮૧ર૦૦ની ચોરી થવા પામી હતી. આમ બે ગોડાઉનમાંથી કુલ રૂા. ૧,૦૯,૪પ૦ની કિંમતની જણસની ચોરી થયાની વિસાવદર પોલીસમાં હરેશભાઈ રીબડીયાએ ફરીયાદ નોંધાવતાં વધુ તપાસ વિસાવદરનાં પીએસઆઈ એન.આર. પટેલે હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews