કોંગ્રેસ દ્વારા પક્ષપલટુઓ અંગે આક્રમક પ્રચારથી ભાજપના ઉમેદવારો સામે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે આગામી ૩ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો અને અપક્ષો પૂરજાેશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ વખતે કોંગ્રેસના પક્ષ પલટુ ઉમેદવારોને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે ભારોભાર રોષ હોવાથી તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભાજપ મોટા ભાગની બેઠક ઉપર હારી રહ્યો હોવાનું આંતરિક સર્વેમાં જાણવા મળતા ભાજપના પ્રદેશ પ્રમુખને તાત્કાલિક દિલ્હીનું તેડું આવ્યું હતું અને તેમની સાથે રાષ્ટ્રીય નેતાઓએ ચર્ચા કરી હતી. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા વિધાનસભાની પેટાચૂંટણી કરવાની નોબત આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!