ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે

0

ભાવનગર જિલ્લાના ઘોઘાથી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસની શરૂઆત થાય તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું છે. ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ ચાલું કરવા કરોડો રૂપિયાના ખર્ચે ઘોઘા તેમજ દહેજ જેટીનું નિર્માણ કરવામાં આવેલ છે. ત્યારબાદ ઘોઘાથી દહેજ ખાતે રોપેક્ષ ફેરી સવિર્સની શરૂઆત થતા બાય રોડ ઉપર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહન પણ ઝડપ આવતા ફેરી સર્વિસ સારી ચાલી રહી હતી. દહેજ ખાતે વારંવાર કાંપ આવી જવાના કારણે ડ્રેજીંગની કામગીરીમાં સમય લાગતા ઘોઘાથી દહેજ પરિવહન સમયાંતરે બંધ રહેતા દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટેશન બંધ થતા લોકોમાં તેમજ વેપારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચાલું થવા જઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!