દ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય અગ્રણી મનસુખભાઈ બારાઈનું નિધન

બારાઇ પરિવારના મોભી મનસુખભાઇ એન. બારાઇ ઓખાવાળા, તે અનુપમભાઇ(જી.એન. બારાઇ એન્ડ કંપની ઓખા- દ્વારકા)ના મોટાભાઈ, ભરતભાઈ (અવધેશ એજન્સીઝ રાજકોટ)ના પિતા, સુનિલભાઈ અને સંજયભાઈ(બારાઇ એન્ટરપ્રાઇઝ મીઠાપુર)ના અદા, આલાપ, મિલાપ અને રઘુના દાદા, ડો. માધવી બારાઇ(અવધેશ ડેન્ટલ સ્ટુડિયો)ના દાદાજી સસરા તા.૨૫ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેઓની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈપણ જાતની ક્રિયાઓ જેમ કે બેસણું, ઉઠમણું, શોકસભા વગેરે રાખેલ નથી. મનસુખભાઈ બારાઈ દ્વારકા ઓખાના લોહાણા અગ્રણી હોવા સાથે સાથે રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોભાના સ્થાન સાથે વિશ્વ હિન્દુ પરિષદના સુકાની હતા. વિશ્વ લોહાણા મહા પરિષદના તેઓ સભ્ય હતા. મનસુખભાઈ એક સમયે ઓખાના સરપંચ પદે હતા. ઇન્ટરનેટથી ઓખા ગ્રામ પંચાયતને જોડી સમગ્ર ગુજરાતમાં તેઓએ નામના હાંસલ કરેલ હતી. તેઓએ પેટ્રોલ ડીલર્સ એસોસિએશનનું સુકાન ખૂબ સારી રીતે સાંભળેલ હતું અને આરંભડા ખાતે જલારામ મંદિર લોહાણા સમાજ માટે આવાસ યોજના બનાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!