જગતમંદિરની પરંપરાઓ જગ વિખ્યાત છે. નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશનું ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજીની પાલખી જગતમંદિરની બહાર નીકળે છે અને પોલીસ જવાનો આ પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપે છે. આ પાલખી સાથે ગામના વેપારીઓ ભક્તો પણ જોડાય છે પરંતુ હાલ કોરોનાને લઇ ઓછા લોકો જોડાયા હતા. વાજતે ગાજતે પાલખી શમીના વૃક્ષ પાસે પહોંચી ત્યાં શાસ્ત્ર અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. પુરાણી માન્યતા અનુસાર આ પૂજન વિધિ ભગવાન શ્રીદ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રોક્ત કથન મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી, કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય .
એટલા માટે ભગવાન શ્રીદ્વારકાધીશે પાંડવોને આજ્ઞા આપી કે તમે શમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો જેના કારણે તમારી શકિતની વૃધ્ધિ થશે. તેથી એ જ પરંપરા પ્રમાણે આપણી શકિત, વ્યાપાર વગેરે શમી ને સોંપી તેમને વધારી સશકત કરી ફરી આપણા ઉપયોગ માં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શકિતઓ વધારે સમૃધ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે. વિજયાદશમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ શમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષની જેમ પૂજા વિધિ કરીને વેપાર ધંધાની વૃધ્ધિ માટે પ્રાર્થના કરી, પૂજન કરી પોતાના વેપાર ધંધામાં બરકત આપે તે માટે સાથે જોડાઈને પૂજન કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews