જૂનાગઢના નરસિંહ વિદ્યા સંકુલમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0

જૂનાગઢના નરસિંહ વિદ્યા સંકુલના ગ્રાઉન્ડમાં મોડર્ન ગ્રુપ દ્વારા મર્હુમ સલીમભાઈ બાબીની શ્રદ્ધાંજલિરૂપે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોર્ડન ગ્રુપ કે જે નરસિંહ વિદ્યા સંકુલની અંદર વર્ષોથી ક્રિકેટ રમી રહ્યું છે અને તેમના એક પ્લેયર સલીમભાઈ બાબીનું અવસાન થતાં તેમની શ્રદ્ધાંજલિ રૂપે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ બે દિવસ ચાલી હતી જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. ગઈકાલે ટુર્નામેન્ટની ફાઇનલ રમાઈ હતી જેમાં એન.બી ઇલેવન અને મોડર્ન ઇલેવન વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો અને એન.બી ઇલેવન વિજેતા થઇ હતી જયારે મોડર્ન ઇલેવન હારી હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન મોડર્ન ગ્રુપના સિકંદર ભાઈ શેખ, અબ્બાસભાઇ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, અશરફ થઈમ, વિજયભાઈ વોરા, વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી, અસ્લમભાઇ કુરેશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને અભિનંદન પાઠવાયા હતા.
આ ટુર્નામેન્ટમાં વિજેતાઓને મર્હુમ આસિફભાઇ બખાઈના પુત્ર તરફથી પણ ઇનામ આપવામાં આવ્યું હતું કેમ કે આસિફભાઇ બખાઈ એક પોલીસકર્મી હતા સાથે સ્પોર્ટ્‌સ મેન પણ હતાં. તેમને શ્રદ્ધાંજલિ રૂપે વિજેતાઓને મુન્નાભાઈ મનેસરના હસ્તે ઇનામ અપાયું હતું. આ ટુર્નામેન્ટમાં નાની ઉંમરથી ક્રિકેટ રમનાર અક્રમ નારેજાએ એન.બી ઇલેવન ટીમ માંથી ભાગ લીધો હતો હાલ તેમની ઉંમર ૧૭ વર્ષ છે પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ રમી આવેલ છે જેણે અસરકારક બોલિંગ કરતાં મેન ઓફ ધ મેચનું ઈનામ મળ્યું હતું. આ ટૂર્નામેન્ટનાં આયોજક મોડર્ન ગ્રુપ તરફથી મેન ઓફ ધ મેચને સ્પોર્ટ શૂઝ અને ફાઈનલ વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!