કુદરતે જયાં છુટા હાથે પ્રકૃતિ વેરી છે. તેવા રમણીય સ્થાન ઉપર જવા માટે ગિરનાર પર્વત માળા નજીકથી પસાર થતી વખતે અદભૂત રોમાંચનો સુખાનુભાવ માણી અંબાજી માતાજીનાં દર્શનનો લાભ મેળવી ભાવિકો ભાવવિભોર બની જાય છે.
જયાં પણ નજર કરો… ત્યાં… ઉંચા પર્વતની વચ્ચે માં જગદંમ્બાનાં બેસણા છે તેવા ગીરનારની પર્વતમાળા અને કુદરતે જયાં છુટાહાથે પ્રકૃતિ વેરી છે તેવા રમણીય સ્થાનને આંખોમાં ભારી જમીનથી આસમાન ભરી યાત્રા એટલે જ ગિરનાર રોપ-વેની રોમાંચક સફર… અને આ સફર યાદગાર સંભારણું બની જાય છે અને આવો અમુલ્ય અવસર જૂનાગઢવાસીઓને પ્રાપ્ત થયો છે અને સાથે જ ગુજરાત તેમજ દેશ વિદેશનાં પ્રવાસીઓને પણ સાદ પાડીને આહવાન કરે છે કે આવો માનવંતા ‘અતિથી દેવો’ અમારી પાસે જગતમાં કયાંય પણ મળી ન શકે તેવી મનની શાંતિ, આધ્યાત્મિક શાંતિ અને પ્રકૃતિનો વર્ણવી ન શકાય તેવો ખજાનો છે જેને માણવા માટે વિશ્વ તથા દેશવ્યાપી માતાનાં ભાવિકો પધારો…
હવામાં ‘તરતા’ જવાનું અને એક પછી એક મુકામ ઉપરથી પસાર થઈ અને છેલ્લે ગિરનારની ટોચ ઉપર બિરાજતાં જગતજનની માં અંબાજીમાતાજીનાં મંદિરે પહોંચી માતાજીનાં દર્શનનો લ્હાવો લઈ ધન્યતા પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ‘જમીનથી આસમાન’ તરફથી રોમાંચક ગિરનાર રોપ-વેની સફરનો યુગ જૂનાગઢનાં આંગણે શરૂ થઈ ચુકયો છે એ જૂનાગઢ અને સોરઠવાસીઓને માટે ગૌરવપ્રદ ઘટના બની છે અને આ કોઈ નાની સુની બાબત નથી. ઈતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણ અક્ષરે લખાશે તેવી બાબત છે અને જેનો આપણને સૌ જૂનાગઢવાસીઓ અને સોરઠવાસીઓને માટે ગૌરવની બાબત છે.
શનિવારનો દિવસ જૂનાગઢ માટે આનંદનો દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ત્રણ મોટા પ્રોજેકટનું ઈ -લોન્ચીંગ કરવામાં આવ્યું તે પૈકી ગરવા ગિરનારનો રોપવે (ઉડન ખટોલા)નો શુભારંભ કરવામાં આવ્યો છે અને સાથે જ જુનાગઢ અને સોરઠવાસીઓનું વર્ષો જુનું સ્વપ્ન સિધ્ધ થયું છે. ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજીનું મંદિર, ભગવાન ગુરૂ દતાત્રેયની ટુંક, જૈનોનાં દેરાસર, ઉપલા દાતાર બાપુની કોમી એકતાનાં પ્રતીક સમી જગ્યા તેમજ ૩૩ કરોડ દેવતાઓ, જતી સતી, સિધ્ધ પુરૂષો, ઓલીયા, સંતો, પીર પયંગમ્બર અને અનેક ધાર્મિક સ્થાનો જયાં આવેલા છે. એવા ગરવા ગિરનારનું આગવું અનેરૂ મહત્વ છે. જૂનાગઢ શહેરમાં તળેટી વિસ્તાર કે જયાં ભવનાથ તિર્થ ક્ષેત્ર આવેલું છે. તેનો હજારો વર્ષ જુનો ઈતિહાસ છે અનેક ચમત્કારીક અને સિધ્ધો અને સંતો અહીં પ્રગટ થઈ ગયા છે. જયાં દર વર્ષે પરીક્રમા, શિવરાત્રીનો મેળો પૂ.દાતારબાપુનો ઉર્ષ થાય છે અને લાખોની સંખ્યામાં ભાવિકો, યાત્રાળુઓ આ ધાર્મિક ક્ષેત્રમાં પધારે છે અને તેમને અતિથી દેવો ભવની માફક પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે એવી આ પાવનકારી જગ્યામાં યશ કલગીનું પીછુ ઉમેરાયું છે અને તે છે ગિરનાર રોપવે જીહા… શનિવારના ‘ઉડન ખટોલા’નો શુભારંભ કરવામાં આવ્યો છે અને આ સાથે જ હવામાં તરતા, તરતા ટ્રોલીમાં બેસી પ્રકૃતિનાં ખજાના સમા દ્રશ્યોને મનભરીને આંખોમાં માણવાની રોમાંચક યાત્રાનો અદભૂત આનંદ એટલે રોપ-વેની સફર ગુજરાતનાં પાવાગઢ, અંબાજી માતાજીનાં મંદિર તેમજ વૈશ્નવ દેવી સહિતનાં સ્થળોએ રોપ-વે વર્ષો પહેલા કાર્યરત બની ચુકયો છે જયારે જૂનાગઢમાં હવનઅષ્ટમી એટલે કે ર૪ ઓકટોબર ર૦ર૦નાં દિવસે રોપ-વે નો શુભારંભ થયો છે. ગિરનાર ખાતે શરૂ થયેલ રોપ-વે એશીયાનો સૌની મોટો રોપ-વે છે. અને પ્રખ્યાત ઉષાબ્રેકો કંપની દ્વારા તેનું નિર્માણ અને સંચાલન થઈ રહયું છે. ઉષા બ્રેકો કંપનીનાં પ્રાદેશિક દિપક કપલીસ, ગિરનાર રોપવેનાં દિનેશસિંઘ નેગી, દિનેશભાઈ પુરોહીત અને ટીમ યાત્રાળુઓને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એશિયાનો સૌથી મોટો પ્રોજેકટ ગિરનાર રોપ વે હવે શરૂ થઈ ચુકયો છે ત્યારે ગુજરાત અને દેશભરનાં પ્રવાસીઓ યાત્રાળુઓ આવો અને અમારો ગિરનાર અને પ્રકૃતિનો અખુટ ખજાનો માણો અને જીવનને એક યાદગાર સંભારણાની ભેટ માતાના ભકતોને મળી ચુકી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews