એસટી સહકારી મંડળી જૂનાગઢ વિભાગની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

0

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે એસટી કર્મચારીઓની સહકારી મંડળી કે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર વિભાગીય કચેરી તથા વિભાગીય યંત્રાલય એમ કુલ ૧૧ યુનીટના અંદાજે ૧પ૦૦થી વધુ સભાસદોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જીલ્લામાં એ ગ્રેડમાં ચાલતી મંડળીઓમાં એસટી સહકારી મંડળીનો સમાવેશ થયેલ છે. તાજેતરમાં જ મંડળીના બોર્ડ ઓફ ડાયરેકટરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ હતો.જેમાં તા.૧૬-૧૦-ર૦ થી રર-૧૦-ર૦ સુધી ચૂંટણી ફોર્મ આપવાનાં અને સ્વીકારવામાં આવેલ હતાં. તારીખ ર૩-૧૦-ર૦ર૦ના રોજ આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણી કરતા કુલ ૧૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયેલ હતાં. વધુમાં તેઓએ જણાવેલ કે એસટી સહકારી મંડળીમાં પરંપરાગત રીતે એસટી કર્મચારી મંડળ અને એસટી મઝદુર સંઘના હોદેદારો વચ્ચે ચૂંટણી થતી હતી. પરંતુ ચાલુ વર્ષ ચૂંટણી ખર્ચ બચાવી શકાય તેવા શુભ આશયથી બંને સંગઠનો દ્વારા સમાધાન થતા તેવા શુભ આશયથી બંને સંગઠનો દ્વારા સમાધાન થતા એસટી કર્મચારી મંડળની પેનલના ૬ તથા બી.એમ.એસ. યુનિયનના પ ડિરેકટરો બીન હરીફ થયેલા છે. એસટી સહકારી મંડળીમાં છેલ્લા ૧૩ વર્ષમાં કયારેય ચુકવાયેલ ન હોઈ તેવું ૧૦ ટકા રેકોર્ડ બ્રેક ડિવીડન્ડ ગત વર્ષે કામદારોને ચુકવ્યા બાદ બોર્ડની ચૂંટણીમાં છેલ્લા પ૧ વર્ષમાં કયારેય શકય બનેલ ન હોઈ તેવી બાબતે સમાધાન કરી રેકોર્ડ બ્રેક તમામ ૧૧ ઉમેદવારો બીનહરીફ થયેલ છે. જેથી સભાસદોને ખર્ચ ઘટતા સીધો ફાયદો થવા પામશે. આ તકે દિલીપભાઈ રવિયા દ્વારા ચૂંટણી પ્રક્રિયા કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર સમાપ્ત થતા બંને સંગઠનના દરેક આગેવાનો તથા સોસાયટીના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો તથા તમામ આગેવાનોને અભિનંદન આપી આગામી દિવસોમાં સભાસદોના હિતમાં કામગીરી કરવા અનુરોધ કરવામાં આવેલ હતો. સોસાયટીના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૧ ડીરેકટરો કોઈપણ વાદ – વિવાદ વગર બિનહરીફ થતા કામદારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે તથા સંગઠનના આગેવાનોને અભિનંદન આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!