શ્રીમતિ શ્વેતા વાગડીયાની રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણુંક

વાણિયા સોની સમાજનાં અગ્રણી અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં કાર્યરત શ્રીમતિ શ્વેતા જીજ્ઞેશ વાગડીયાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ મનિષાબા વાળા દ્વારા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. સોની સમાજનાં અખિલ ભારતીય સુર્વણકાર સમાજ અને સોથ સંસ્થાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. વિવિધ સંસ્થાઓમાં સક્રિય અને મહિલા ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રીમતિ શ્વેતાબેનની નિમણુંકને કોંગ્રેસનાં હોદ્દેદારો ડો. હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર, પ્રદિપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી સહિતનાં હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!