સેવાના સુત્રને સાર્થક કરનાર શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને લાખો સલામ

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીને સેવાના સુત્રને સાર્થક કરનાર શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞની સુવાસ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે. રાજકોટ, જૂનાગઢ તેમજ અનેક નાનામોટા શહેરોમાં આ સંસ્થાએ જરૂરીયાતનાં સમયે લોકોને જાેઈતી મદદ પુરી પાડી છે. ભુખ્યાને અન આપ્યું છે. ભોજન આપ્યું છે. અને રોજગરી હેતુ સહિત અનેક પ્રોગ્રામો કર્યા છે. આવી સંસ્થા સેવાસુત્રને સાર્થક કરી બતાવ્યું છે. અને હજુ પણ સતત ને સતત સેવાના કાર્યોમાં સેવા ૧૦૮ સતત ર૪ કલાક કાર્યરત છે. એવી આ સંસ્થાને તેમના સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન જયેશભાઈ ઉપાધ્યાય કે જે મહાદેવના જયઘોષ સાથે જયારે પણ કોઈને હેલ્પની જરૂર પડે એટલે પળનો પણ વિચાર કર્યા વિના સેવાની કામગીરીમાં લાગી જતા હોય છે. મુશ્કેલ જનક પરિસ્થિતિમાં ખાસ કરીને હાલનાં કોરોનાનાં સંકટ સમયમાં પણ સતત ખતરા અને ભયની ઘંટડી વચ્ચે પણ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાનો કાર્યક્રમ સતત ચાલી રહયો છે. અત્યાર સુધીમાં જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડી છે. હેલ્મેટના કાયદાની અમલવારી દરમ્યાન હેલ્મેટ વિતરણના કેમ્પો કરી રાહતભાવેતેનું વિતરણ કરવામાં આવેલ છે. ગૌશાળાની ગાયો માટે પણ મદદ કરી છે. માનસીક રીતે અસ્થિર રખડતા ભટકતા તેમજ અન્ય કોઈપણ રીતે શકિતમાન ન હોય તેઓને નિયમિત રીતે ભોજન કરાવવાનું હોય તેવા અનેક લોકોની જઠરાગ્ની શાંત કરી છે. બે લાખથી વધુ લોકોને અન્નદાન પુરૂ પાડયું છે.
આ ઉપરાંત ગામે ગામ કેમ્પો કરી અને માસ્ક, સેનીટાઈજર, નાશ માટેનું મશીનનું પણ રાહતદરે વિતરણ કરેલ છે. તહેવારોનાં દિવસોમાં રંગબેરંગી કલરો તેમજ દીવડાનું પણ વિતરણ કરવામાં આવી રહેલ છે. પ્લાઝમાં ડોનેટ એવા પ૧ વ્યકિતઓનું રાજકોટ ખાતે બહુમાન ગુજરાતભરમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ગમે ત્યારે ફોન કરે એટલે પ્રથમ રીંગે જ જેઓનો ફોન ઉપડી જાય તેવા જયેશભાઈ ઉપાધ્યાયનો મહાદેવનો જયઘોષ કરે છે અને શું જરૂરીયાત છે તો બોલો મદદ તાત્કાલીક પહોંચાડી દેશું આ ઉપરાંત હાલનાં સંજાેગોમાં ઓકસીજનના બાટલાનું પણ વિતરણ કરવામાં આવી રહેલ છે.
રાજકોટ અને જૂનાગઢ ખાતે આવેલી શ્રીબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની શાખાઓમાં વર્ષ ૩૬પ દિવસ સુધી સતત ને સતત સેવાકીય કાર્યો, રોજગારલક્ષી કાર્યો થતા રહે છે. વૈષ્ણવજનતો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે સુત્ર પણ બની ઉઠયું છે. તેવા શ્રીબોલાબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની સમગ્ર ટીમને લાખો સલામ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!