આગામી તા.૧૪મી નવેમ્બરનાં રોજ દિપાવલીનું પર્વ મનાવવામાં આવશે અને ૧૬ તારીખ એટલે કે ૧૬-૧૧-ર૦ર૦નાં સોમવારે નૂતન વર્ષ દેશભરમાં મનાવાશે. પરંતુ આ વર્ષે કોરોનાના આ સંકટમાં દરેક તહેવારોની માફક આ તહેવારો પણ લોકો સંયમ પુર્વક જ ઉજવવાનાં છે. આ વર્ષે એટલે કે વિતેલા વર્ષનાં સમયમાં દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો બાદ એક પછી એક દિવસો સડસડાટ વહેતા રહયાં છે. માર્ચ માસની શરૂઆતમાં કોરોનાના ગંભીર રોગચાળા દેખા દેતા ભારત સહિત વિશ્વનાં દેશો મુુંઝવણમાં મુકાઈ ગયા અને ભારતમાં વડાપ્રધાન શ્રી મોદીની અપીલને ધ્યાને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનનાં તબકકાઓનો દોર શરૂ થયો ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. છેલ્લા આઠ-આઠ માસ થયા કોરોનાનાં આ સંકટરૂપી રોગચાળામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકો આ ગંભીર રોગચાળામા સપડાઈ ગયા છે અને તેમાંથી ઘણાં લોકો સ્વસ્થ બન્યા છે. હજુ કોરોનાનો કહેર યથાવત છે. જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ શહેરો તેમજ ગુજરાતનાં અનેક શહેરો અને દેશના વિવિધ રાજયોમાં પણ કોરોનાના કેસોની સંખ્યા રહી છે. અને દિનપ્રતિદિન તેના આંકડાઓ જારી રહેતા હોય છે. જાેકે અનલોકમાં ઘણીબધી છુટછાટો મળી છે અને જનજીવન રાબેતા મુજબ બની રહયું છે. તેમ છતાં બેદરકારી અને જરા પણ ચુક થઈ તો ગયા કામથી તેઓ ઘાટ થતો હોય છે. અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાબતમાં ભારતવાસીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે લોકડાઉન ગયું છે. પરંતુ કોરોના હજુ યથાવત છે. અને જેથી સૌએ સાવચેતી રાખવાની જરૂરી છે. દરમ્યાન શિયાળાના પરગણ મંડાઈ ચુકયા છે. અને શિયાળામાં કોરોનાના કેસોની સંખ્યા વધે તેવી ચેતવણી નિષ્ણાંત તબીબો આપી રહયા છે. આમ ર૦ર૦નાં વર્ષમાં માર્ચ માસમાંથી જ તમામ પ્રકારના ક્ષેત્રો, તહેવારો અને જનજીવન ઉપર ગંભીર અસર પહોંચી છે. એક તબકકે એમ પણ કહી શકાય કે ટવેન્ટી – ટવેન્ટી મનાતું ર૦ર૦નું વર્ષ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયું છે. આવનારા તહેવારો એટલે દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો બાદ શરૂ થતું નવું વર્ષ દરેકને માટે શુભદાયી નિવડે તેવી અપેક્ષાઓ ઈશ્વરકૃપાની લાગણી જનજીવનજીવમાં પ્રવર્તી રહી છે
ફટાકડા ફોડવા ઉપર મંજુરી મળશે કે કેમ ?
જૂનાગઢ તા.ર૮ ઃ આગામી શરદ પૂર્ણિમાં નજીક આવી રહી છે. દેવ દર્શન માટે માહોલ શરૂ થવાનો છે. અને આ ઉપરાંત ધાર્મિક સ્થળો પણ ભકતજનો માટે ખુલ્લા મુકવામાં આવશે. આસાથે જ દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોની તૈયારીઓ શરૂ થશે જાેકે કોરોના કાળમાં આ વર્ષે દરેક તહેવારની જેમ દિપાવલી અને નૂતનવર્ષના તહેવારો સામાજીક અંતર સાથે ઉજવવા પડે તેવા સંજાેગો છે. દરમ્યાન પ્રકાશનાં પર્વ એવા દિપાવલી અને નૂતન વર્ષનાં ફટાકડાનો ભારે ક્રેજ હોય છે. ભારતનાં દરેક શહેરોમાં ગ્રામ્ય પંથકોમાં ફટાકડા ફોડી અને નવા વર્ષનાં આગમનને વધાવવામાં આવતું હોય છે. આ વર્ષે ફટાકડાનાં વેંચાણને મંજુરી મળશે. ફટાકડા ફોડવાની મંજુરી મળશે કે કેમ અવઢવ પ્રવર્તી રહી છે.