ગુજરાત રાજય સરકારે ગેરકાયદેસર વેંચાતા બાયોડીઝલને બંધ કરાવવા આદેશો કરેલ છે. જેના પગલે વેરાવળમાંથી સીટી પોલીસે ૪૦૦ લીટર બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે માહિતી આપતા પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ કે, સ્ટાફના સરતાજભાઈ સહિતના શહેરમાં પટ્રોલીંગ કરી રહેલ દરમ્યાન બંદર વિસ્તારમાં પહોંચેલ ત્યારે એક શંકાસ્પદ રીક્ષા જીજે-૧૦-વાય-૩૬૫૧ ત્યાંથી પસાર થતા તેને રોકાવી તલાસી લીધી હતી. રીક્ષામાંથી પ્લાસ્ટીકના ચાર બેરલ મળી આવેલ જેમાંથી બે બેરલ ખાલી અને અન્ય બે બેરલમાં અંદાજે ૪૦૦ લીટર ચીકણું પ્રવાહીનો જથ્થોે મળી આવેલ હતો. જે બાયોડિઝલનો હોવાની શંકાએ જથ્થો જપ્ત કરી આ બાબતે એકઝી. મેજી. વેરાવળને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરાર આરોપી ઝડપાયો
વેરાવળ પોલીસમાં દસ માસ પૂર્વે નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી ફરાર હોવાથી શોધખોળ ચાલી રહી હતી. દરમ્યાન સીટી બ્રાંચના નટુભા બસીયા, દેવદાનભાઇને મળેલ બાતમીના આધારે આરોપી દલપતગીરી ઉર્ફે દીલીપબાપુ ચંદુગીરી મેઘનાથીને ઝડપી લેવાયો હતો. આરોપી સામે સીટી પોલીસમાં પ્રોહી કલમ ૬૫ ઇ, ૮૧ મુજબનો ગુનો નોંધાયો
હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews