ચોરવાડ પંથકમાં છકડો રીક્ષામાંથી પડી જવાથી અને ટ્રેકટરે હડફેટે લેવાના બે બનાવમાં બેના મૃત્યું

જૂનાગઢ જીલ્લાનાં ચોરવાડ પંથકમાં અકસ્માતમાં બે બનાવો બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર છકડો રીક્ષા નં.જીજે-૧૧-વાય- ૪૦ર૯નાં ચાલક આદીલભાઈ હનીફભાઈ દીનમહંમદે છકડો રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોડ ઉપર રોદો ખવડાવતા પાછળ સીટમાં બેસેલા ફેસલભાઈ ઈસ્માઈલભાઈ દીનમહંમદ (ઉ.વ.૧૮) રીક્ષામાંથી પડી જતાં તેનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં કુકસવાડા ગામ નજીક વાણીયાવાવ પાસે કુકસવાડાના કલ્પેશભાઈ કાનાભાઈ સોલંકી પોતાનું ટ્રેકટર નં.જીજે-૧૧-વીવી- ૦૦પ૭ વાળુ બેદરકારીથી ચલાવી અને રોડ ઉપર રીવર્સમાં લઈ રહયા હતાં એ દરમ્યાન કાનાભાઈ ચીનાભાઈ વાળાના મોટર સાયકલ નં.જીજે-૧૧-સીસી-૦૭રર વાળાની સાથે ભટકાવતા કાનાભાઈ ચીનાભાઈ વાળા તથા તેની દિકરી ભારતીબેન કાનાભાઈ વાળા રહે.ગુંદરણ તાલુકો તાલાલાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમાં કાનાભાઈ ચીનાભાઈનું મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!