ઉનાના ચીખલી ગામે જુગાર દરોડો ૧૮ શખ્સોને દોઢ લાખની રોકડ સાથે દબોચ્યા

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ કે.વી. પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બાલુભાઇ મોરી, હસમુખભાઇ ચાવડા, પ્રદીપસિંહ રાયજાદા, સરમણભાઇ છેમણા, મનુભાઇ વાળા, પરષોત્તમભાઇ ખુમાણ, અનિરૂદ્ધસિંહ બારડએ બાતમીના આધારે ચીખલી ગામે જુગાર અંગેરેડ પાડતા સુરેશ ભાણા શીંગડ, કરશન ઉર્ફે પુંજા લાખા બારૈયા, નાનજી ભગવાન બાંભણીયા, મહેશ કાના વંશ, મોહન દેવાયત ભાલીયા, ભુપત ભીમા બારડ, કાના હમીર ભાલીયા, વિજય લખમણ બાંભણીયા, ભરત જેન્તી ભુપતાણી, નવલ ભુપત વંશ, સરમણ દેવાણંદ સોલંકી, વિજય રામસીંગ ચુડાસમા, વજુ પુનાભાઇ બાંભણીયા, દુદા પરબતભાઇ કામલીયા, નવીનચંદ્ર જેન્તી ભુપતાણી, દિનેશ હાજા સેવરા, દિનેશ ભીમાભાઇ બારૈયા, જેમાલભાઇ લાખાભાઇ બાંભણીયા રે. ચીખલી વાળાને જુગાર રમતા રોકડા રૂા. ૧ લાખ ૪૮ હજાર ૪૪૦ના મુદામાલ પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!