વીજ ઉત્પાદન ખર્ચ ઓછો થતાં ફયુઅલ સરચાર્જમાં ઘટાડો કરી તેનો સીધો લાભ ગ્રાહકોને આપવા લેવાયો નિર્ણય !

રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતરૂપ નિર્ણય આજે સરકાર તરફથી કરાયો છે. જેમાં ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને પગલે રાજ્યના વીજગ્રાહકોને ત્રણ મહિનામાં રૂા.૩પ૬ કરોડની રાહતનો લાભ મળી રહેશે. ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પેસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩પ૬ કરોડની રાહતોના લાભ મળશે. તેમણે ઉમેર્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસૂલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોમ્ર્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમ્યાન એટલે કે જુલાઇ-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૦ દરમ્યાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સરચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂા. ૨.૦૦ પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર – ર૦ર૦થી ડિસેમ્બર – ર૦ર૦ના ત્રિમાસિક ગાળા દરમ્યાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૮૧ ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં ૧૯ પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે. રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ખરીદતા તેને લઈ ગેસ આધારિત વીજ ઉત્પાદન થકી ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો સરકારે ર્નિણય કર્યો છે. જેને પરિણામે ગ્રાહકોને વીજ બીલમાં રાહત થતાં બિલ ઓછું આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!