નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવાની ઘટનામાં ભાજપાના જ જૂથવાદનું કાવતરૂ : કોંગ્રેસ પ્રવકતા ડો. મનિષ દોશીઆ

0

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર નહીં, પરંતુ ભાજપનો જ પૂર્વ હોદ્દેદાર નીકળતા કોંગ્રેસે ભાજપ ઉપર આકરા વાકબાણ છોડ્યા છે. કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું છે કે, ભાઉ, ભાઈ અને ભાજપ વચ્ચેની સત્તાની ખેંચતાણમાં ચપ્પલ કાંડ જેવી શરમજનક ઘટના બની ત્યારે કોંગ્રેસ ઉપર દોષારોપણ કરનાર ભાજપનો કાવતરાખોર અસલી ચહેરો ખૂલ્લો પડી ગયો છે. ચપ્પલ કાંડમાં પકડાયેલ રશ્મિન પટેલે વર્ષ ૨૦૧૦માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાના નિશાન ઉપર ચૂંટાઈને શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હોવાનો પૂરાવા સાથે પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પકડાયેલ રશ્મિન પટેલ ભાજપના સત્તાવાર સભ્ય તરીકે ભાજપના નિશાન ઉપર વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની શિનોર-૨ બિન અનામત બેઠક ઉપર તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાયો હતો. ૨૦૧૦-૧૩ સુધી શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. રાજ્ય ચૂંટણી પંચના તા.૨૭/૧૦/૨૦૧૦ના રોજ સત્તાવાર ચૂંટણીના પરિણામોમાં પણ પૂરાવા સ્પષ્ટ દર્શાવે છે કે, રશ્મિન પટેલ ભાજપના સભ્ય અને ભાજપના નિશાન ઉપર ચૂંટણી લડ્યો અને જીત્યો હતો. રશ્મિન પટેલના પત્ની શિનોર ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂકેલ છે. ભાજપાના કારનામા અને કાવત્રા ખૂલ્લા પડી જતાં ભાજપાના નેતાઓ બેબાકળા બની ગયા છે. સત્તાની હુંસાતુંસી અને ખુરશીખેંચ સ્પર્ધામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સન્માન ન આપનાર ભાજપાના એક જૂથે અપમાન કરવા કમરકસી હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્ય્šં છે. ભાજપાના જૂથવાદના કારણે આ ચપ્પલ કાંડની ઘટના બની. ભાઈ અને ભાઉની આંતરીક લડાઈ, સત્તાની સાઠમારીએ ફરી એક વખત આ ચપ્પલ કાંડની ઘટના બની ત્યારે સત્તાના મદમાં ભાન ભૂલી ગયેલ ભાજપાના નેતાઓ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાના બદલે આત્મચિંતન કરે. ગુજરાતમાં ગદ્દારોને ટિકિટથી ભાજપાના નિષ્ઠાવાન કાર્યકરો આક્રોશ અનુભવી રહ્યા છે. ભાજપાની ખેડૂત વિરોધી નીતિ, યુવા વિરોધી, ગ્રામ વિરોધી, જન વિરોધી નીતિથી ગુજરાતની જનતામાં પારાવાર આક્રોશ છે. સાથોસાથ જનતા અને પક્ષ સાથે ગદ્દારી અને વિશ્વાસઘાત કરનારને ભાજપાએ જે રીતે સત્તા હડપવા માટે સાથે લીધા છે તેનાથી પણ ભારોભાર આક્રોશ છે. ત્યારે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે ભાજપા ચૂંટણી જીતવા માટે આ પ્રકારના કાવતરા અને કારનામાં બંધ કરે અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ બંધ કરે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!