ભારત-ઓસ્ટ્રેલીયાનો ક્રિકેટ શ્રેણી કાર્યક્રમ

0

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત બાદ ભારતના આ પ્રવાસનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ અનુસાર ભારત એડીલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ઓસ્ટ્રલીયાનાં પ્રવાસ દરમ્યાન કોહલીની સેના ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-ર૦ મુકાબલા રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે મુકાબલાથી થશે. ર૭, ર૯ અને ર ડીસેમ્બરે ત્રણ વન-ડે રમાશે. જયારે ૪, ૬, અને ૮ ડીસેમ્બરે ત્રણ ટી-ર૦ મેચની શ્રેણી રમાશે. જયારે પહેલો ટેસ્ટ ૧૭ ડીસેમ્બરથી પ્રારંભ થશે અને બંને ટીમો મેલબર્નમાં બોકસીંગ ડે ટેસ્ટ મેચ પણ રમાશે. આમ ત્રણેય ફોર્મેટમાં ભારત અને ઓસ્ટ્રેલીયાનો મુકાબલો ખુબ જ રોમાંચક રહેશે. અત્રે નોંધનીય છે કે આ ટેસ્ટ શ્રેણી પહેલા ઈન્ડીયાની એ ટીમ પણ ૧૧ થી ૧૩ ડીસેમ્બર વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ સીડની ખાતે રમશે. ૧૦ નવેમ્બરે આઈપીએલ પૂર્ણ થયા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ પ્લેનથી સિડની પહોંચશે.
ટેસ્ટ શ્રેણી
તારીખ                                              ગ્રાઉન્ડ
૧૭ ડીસેમ્બરથી ર૧ ડિસેમ્બર             એડીલેડ
૨૬ ડીસેમ્બરથી ૩૦ ડિસેમ્બર             મેલબર્ન
૭ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી          સિડની
૧પ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી       બ્રિસબેન
વન-ડે શ્રેણી
તારીખ                 ગ્રાઉન્ડ
ર૭ નવેમ્બર         સિડની
ર૯ નવેમ્બર          સ્ડની
ર ડીસેમ્બર           કૈનબરા
ટી-ર૦ શ્રેણી
તારીખ                  ગ્રાઉન્ડ
૪ ડીસેમ્બર           કૈનબરા
૬ ડીસેમ્બર           સિડની
૮ ડીસેમ્બર           કેનબરા

error: Content is protected !!