ફિશિંગ કરતા માછીમારોને કેરોસીનમાં રૂા.રપને બદલે રૂા.પ૦ની સબસીડી આપો

0

નાની ફાઈબર ગ્લાસ હોડી થકી ફિશિંગ કરતા માછીમારોને કેરોસીનમાં રૂા.૨૫ને બદલે રૂા.૫૦ની સબસીડી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. માંગરોળ બંદરની મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયાએ જણાવ્યું છે કે, રાજ્યના ૧૬૦૦ કિ.મિ.ના દરીયાકાંંઠામાં નાની ફાઈબર ગ્લાસ હોડીથી ફિશિંગ કરતા માછીમારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આ નાના માછીમારોની લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં લઈ નાની તથા મોટી બોટના માલીકોને લઈને કેરોસીનની નવી નીતિ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આ માછીમારોને ૧૫૦ લીટર સફેદ કેરોસીન ઉપર પ્રતિ લીટર રૂા.૨૫ સબસીડી આપવાનો ર્નિણય કરાયો છે. પરંતુ દિન પ્રતિદિન વધતા ઈંધણના ભાવોથી માછીમારોને આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે માછીમારોના હિતમાં કેરોસીનના ભાવ રૂા.૭૬ સામે ચુકવાતી સબસીડીની રકમ રૂા.૨૫ ને બદલે રૂા.૫૦ કરવા માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!